Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંસદમાં આ શું બોલી ગયા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ Mallikarjun Kharge ?

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) ગુસ્સે ભરાયા. બુધવારે સંસદમાં પોતાના ભાષણ દરમિયાન, તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પર ગુસ્સે થયા અને તેમને તેમના 'પિતા'ની યાદ અપાવી દીધી. આ અંગે ગૃહમાં ઘણો હોબાળો થયો અને સ્પીકર જગદીપ ધનખડે બંને પક્ષોને શાંત કરવા પડ્યા
સંસદમાં આ શું બોલી ગયા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ mallikarjun kharge
Advertisement
  • સંસદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે Vs ભાજપ
  • રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેનો ગુસ્સો
  • ખડગેની ‘તારા બાપ’ ટિપ્પણી પર હોબાળો, ભાજપે કર્યો વિરોધ
  • ‘તારા બાપનો પણ હું મિત્ર હતો’ – ખડગેની ટિપ્પણી પર વિવાદ

Congress Leader Mallikarjun Kharge in Parliament : સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) ને લઇને ભાજપ નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર, તે સંસદમાં કઇંક બોલી રહ્યા હતા તે દરમિયાન ભાજપના નેતા દ્વારા વારંવાર તેમને રોકવામાં આવી રહ્યા હતા જે પછી ખડગેને ગુસ્સો આવી ગયો અને તે પછી તેઓ જે બોલ્યા તેના પર હવે વિવાદ ઉભો થયો છે. એવું શું બોલ્યા કે સંસદમાં ભાજપના નેતાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો આવો જાણીએ આ આર્ટિકલમાં...

સંસદમાં ખડગેને આવ્યો ગુસ્સો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે બુધવારે સંસદમાં પોતાના ભાષણ દરમિયાન ભાજપના સાંસદ પર ગુસ્સે થયા હતા. દરમિયાન તેમણે સાંસદના પિતાનો ઉલ્લેખ કર્યો. ત્યારબાદ સંસદમાં તેમના આ વિવાદિત નિવેદનને લઈ ભારે હોબાળો થયો હતો, જેને શાંત કરવા માટે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને દખલગીરી કરવી પડી. જો કે, પાછળથી બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ વ્યકિતગત રીતે એકબીજા સાથે સારો સંબંધ રાખે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) સંસદમાં પોતાના ભાષણ દરમિયાન ડોલર સામે રૂપિયાના ઘટાડાને લઈને ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે, ભાજપના સાંસદ નીરજ શેખર વચ્ચે બોલવા લાગ્યા. ખડગેને આ વાત પસંદ ન આવી અને તેમણે સીધા જ તેમને 'શાંતિથી બેસવા' માટે કહ્યું. ખાસ કરીને, નીરજ શેખર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના દીકરા છે. ચંદ્રશેખર એક પ્રતિષ્ઠિત સમાજવાદી નેતા હતા અને તેમણે ઓક્ટોબર 1990 થી જૂન 1991 દરમિયાન લગભગ 6 મહિના સુધી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.

Advertisement

Advertisement

ખડગેની ટિપ્પણી પર વિવાદ

નીરજ શેખરની ટિપ્પણીનો જવાબ આપતા ખડગેએ કહ્યું, 'તારા બાપનો પણ હું મિત્ર હતો. હું તને લઈને ફર્યો. ચૂપ થઇ જા, શાંતિથી બેસ.' તેમની આ ટિપ્પણી બાદ રાજ્યસભામાં ભારે ઉહાપોહ સર્જાયો. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે અધ્યક્ષ જગદીપ ધનખડે બંને પક્ષોને શાંત રહેવા કહ્યું. ધનખડે ખડગેને ચંદ્રશેખરજી જેવા પ્રતિષ્ઠિત નેતા અંગે આવી ટિપ્પણી ન કરવા સલાહ આપી અને તેઓએ આ નિવેદન પાછું ખેંચવા કહ્યું. પછીથી ખડગેએ પોતાની ટિપ્પણી અંગે જણાવ્યું કે તેઓનો ઉદ્દેશ્ય કોઈનું અપમાન કરવાનો નહોતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ અને સ્વર્ગસ્થ ચંદ્રશેખરની એક સમયે સાથે જ ધરપકડ કરવામાં આવી હતી. તેઓએ કહ્યું, 'એટલા માટે જ મેં કહ્યું કે તારા પિતા મારા સાથી હતા.' ખડગેના આ નિવેદન પર અધ્યક્ષે પૂછ્યું કે, 'તમે 'તારો બાપ' આ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો, શું તમે ચંદ્રશેખરજી માટે આ બોલી રહ્યા છો?' તેમણે ખડગેને તેમના નિવેદન પર વિચારવા અને તેને પાછું લેવા કહ્યું.

ભાજપે ઘણીવાર મનમોહન સિંહનું અપમાન કર્યું : ખડગે

ખડગેએ તેમની ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું કે 'મને કોઈનું અપમાન કરવાનું પસંદ નથી.' સાથે જ તેમણે ભાજપ પર આરોપ મૂક્યો કે તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સતત અપમાન કરતા આવ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો કે 'કોઈએ કહ્યું કે મનમોહન સિંહ સ્નાન કરતી વખતે રેઈનકોટ પહેરે છે, કોઈએ કહ્યું કે તેઓ બોલતા નથી, અને કોઈએ કહ્યું કે તેઓ સરકાર ચલાવી શકતા નથી.' ખડગેએ વધુમાં જણાવ્યું કે ભાજપે ઘણીવાર મનમોહન સિંહનું અપમાન કર્યું, છતાં પણ તેઓ શાંત રહ્યા અને દેશના હિતમાં કામ કરતા રહ્યા. 'તેમને મૌની બાબા કહેવામાં આવ્યા, તેમ છતાં તેમણે કંઈ કહ્યું નહીં, કારણ કે તેમના માટે દેશ માટે કાર્ય કરવું જ મુખ્ય છે.' ખડગેના નિવેદન બાદ રાજ્યસભામાં તંગદિલી જોવા મળી. ગૃહમાં રહેલા ભાજપના સાંસદોએ આ ટિપ્પણીનો કડક વિરોધ કર્યો અને ખડગેને નિવેદન પાછું લેવાનું કહ્યું. જો કે, ખડગેએ સ્પષ્ટતા કરી કે તેમનો ઉદ્દેશ્ય કોઈનું અપમાન કરવાનો નહોતો, પરંતુ તેઓ માત્ર ભૂતપૂર્વ વડાપ્રધાન સાથેના તેમના સંબંધો વિશે વાત કરી રહ્યા હતા.

આ પણ વાંચો : કુંભના પાણીને સૌથી પ્રદૂષિત કહેવું Jaya Bachchan ને ભારે પડ્યું, ધરપકડની માંગ

Tags :
Advertisement

.

×