ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોંગ્રેસ નેતા Sonia Gandhi દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં જોવા મળ્યા હતા   Sonia Gandhi Admitted: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને (Sonia Gandhi Admitted)ગુરુવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં...
10:48 PM Feb 20, 2025 IST | Hiren Dave
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં જોવા મળ્યા હતા   Sonia Gandhi Admitted: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને (Sonia Gandhi Admitted)ગુરુવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં...
Sonia Gandhi Admitted in Hospital

 

Sonia Gandhi Admitted: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને (Sonia Gandhi Admitted)ગુરુવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને શુક્રવારે રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

ડિસેમ્બરમાં શ્રીમતી ગાંધી 78 વર્ષના થયા

જોકે તેમના હોસ્પિટલમાં દાખલ થવાનો ચોક્કસ સમય હજુ સુધી જાણી શકાયો નથી. તેમને ગુરુવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ડોકટરોની ટીમના નિરીક્ષણ હેઠળ છે. સોનિયા ગાંધીનો છેલ્લો મોટો જાહેર ગયા અઠવાડિયે જોવા મળ્યા હતા.

આ પણ  વાંચો -મણિપુર રાજ્યપાલનું અલ્ટીમેટમ, 7 દિવસમાં લુંટાયેલા હથિયાર પરત સોંપી દો નહી તો...

ગયા અઠવાડિયે સોનિયા ગાંધી છેલ્લે જાહેરમાં જોવા મળ્યા હતા

સોનિયા ગાંધીને દાખલ કરવાનો ચોક્કસ સમય કે કારણ હજુ સુધી જાણી શકાયું નથી, તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સોનિયા ગાંધી છેલ્લે જાહેરમાં જોવા મળ્યા હતા, જ્યારે તેઓ 13 ફેબ્રુઆરીએ સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં જોવા મળ્યા હતા. 10 ફેબ્રુઆરીના રોજ, સોનિયા ગાંધીએ સરકારને શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં લગભગ 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભોથી વંચિત છે.

આ પણ  વાંચો-આગામી એક વર્ષમાં 20 હજાર પાયલોટની જરૂર પડશે, એવિએશન મંત્રી

કોંગ્રેસ પાર્ટીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

સોનિયા ગાંધીને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી છે. સોનિયા ગાંધી જાહેર જીવનમાં લાંબી અને પ્રભાવશાળી કારકિર્દી ધરાવે છે. કોંગ્રેસ પાર્ટીમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

Tags :
Congress LeaderGujarat FirstSonia GandhiSonia Gandhi Admitted in Hospital"Sonia Gandhi Latest News 2025Sonia Gandhi Medical Report
Next Article