Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતીઓના અપમાન મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની માફી, ભાજપે કહ્યું- 'દેર આયે દુરસ્ત આયે'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓના અપમાન મુદ્દે સાર્વજનિક માફી માંગી છે. ભાજપ પ્રવક્તા ડો. અનિલ પટેલે તેને આવકારતા કહ્યું કે "દેર આયે દુરસ્ત આયે", પરંતુ સાથે 'સાપ' વાળા નિવેદન બદલ પણ માફીની માંગ કરી છે. ભાજપે આ માફીને કોંગ્રેસની મજબૂરી ગણાવી છે.
ગુજરાતીઓના અપમાન મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની માફી  ભાજપે કહ્યું   દેર આયે દુરસ્ત આયે
Advertisement
  • ગુજરાતીઓના અપમાન મુદ્દે ખડગેએ માંગી માફી! ( Mallikarjun Kharge apologizes)
  • ભાજપ પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલનું મોટું નિવેદન
  • "દેર આયે દુરસ્ત આયે" કહી ભાજપે કર્યો વળતો પ્રહાર
  • ખડગેજી કોંગ્રેસના યુવરાજના ઈશારે બોલે છે: અનિલ પટેલ
  • 'સાપ' વાળા નિવેદન પર પણ માફી માંગવા ભાજપની માંગ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Congress President) દ્વારા કરવામાં આવેલી ગુજરાતીઓ અંગેની ટિપ્પણીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જો કે, તેમણએ આ મામલે હવે માફી માંગી લીધી છે. મલ્લિકાર્જુન ખડેગેએ ટ્વિટર પર લખ્યું છે કે, "તાજેતરમાં કેરળમાં આપેલા મારા એક ચૂંટણી ભાષણની કેટલીક ટિપ્પણીઓને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હું મારી તરફથી જવાબદારી સાથે ખેદ વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને હંમેશા રહેશે. ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઉદ્દેશ્ય નહોતો."

Advertisement

Mallikarjun Kharge apologizes : ભાજપે આપ્યું નિવેદન

આ મામલે ભાજપના પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે આક્રમક વલણ અપનાવતા નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ખડગેજીએ જે માફી માંગી છે તેને અમે આવકારીએ છીએ, પરંતુ આ માફી માંગવામાં આટલો વિલંબ કેમ થયો તે મોટો પ્રશ્ન છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે, "દેર આયે દુરસ્ત આયે."

Advertisement

Mallikarjun Kharge apologizes : ખડગેજી 'યુવરાજ'ના ઈશારે બોલે છે: ભાજપ

ડો. અનિલભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે ખડગેજી કોંગ્રેસના 'યુવરાજ' એટલે કે રાહુલ ગાંધીના ઈશારે બોલે છે. જોકે, તેમણે ખડગેજીને એક સન્માનનીય વ્યક્તિ તરીકે પણ સંબોધ્યા હતા. ભાજપનું માનવું છે કે કોંગ્રેસ વારંવાર ગુજરાતીઓનું અપમાન કરવાની માનસિકતા ધરાવે છે અને જ્યારે વિરોધ વધે છે ત્યારે માફીનું શરણું લે છે.

Victory of Gujarati unity as Mallikarjun Kharge issues apology

ગુજરાતીઓના અપમાન મુદ્દે ખડગેને થયું ભાન
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ માગી ગુજરાતીઓની માફી
ગુજરાતીઓની એકતા અને વિરોધ સામે ઝૂક્યા ખડગે
ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માનઃ ખડગે
કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો… pic.twitter.com/Ji91B2BTvw

— Gujarat First (@GujaratFirst) April 8, 2026

'સાપ' વાળા નિવેદન પર પણ માફીની માંગ

ભાજપના પ્રવક્તાએ માત્ર આ એક ઘટના પૂરતું સીમિત ન રહેતા, ખડગેજીએ અગાઉ આપેલા 'સાપ' વાળા વિવાદાસ્પદ નિવેદન પર પણ માફી માંગવાની માંગણી કરી છે. અનિલભાઈએ સવાલ ઉઠાવ્યો કે જો તેમનો હેતુ ગુજરાતીઓનું અપમાન કરવાનો નહોતો, તો તેમણે તરત જ માફી કેમ ન માંગી? શું માફી માંગવા માટે વિવાદ વકરે ત્યાં સુધી રાહ જોવી જરૂરી હતી?

રાષ્ટ્રીય સ્તર સુધી પડ્યા પડઘાં

ગુજરાતીઓ હંમેશા પોતાની ખુદદારી અને સન્માન માટે જાણીતા છે. રાજકીય નિવેદનબાજીમાં જ્યારે આખા સમુદાય કે પ્રદેશને નિશાન બનાવવામાં આવે છે, ત્યારે તેના પડઘા રાષ્ટ્રીય સ્તર સુધી પડતા હોય છે. ખડગેની આ માફી ભલે મોડી આવી હોય, પણ તેણે હાલ પૂરતો આ રાજકીય વિવાદ શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ મુદ્દો ચૂંટણીના મેદાનમાં કેવી રીતે ગાજે છે.

આ પણ વાંચો : મમતા બેનર્જીએ લગાવ્યો તમિલનાડુના CM સ્ટાલિન પર આરોપ, BJP-DMKની મિલીભગત

Tags :
Advertisement

.

×