ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Congress Tax Case : દિલ્હી હાઈકોર્ટથી કોંગ્રેસને મોટો ફટકો, Tax Reassessment કેસમાં પિટિશન ફગાવી...

કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આવકવેરા વિભાગની કાર્યવાહી સામે કોંગ્રેસની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોંગ્રેસે સતત ત્રણ વર્ષથી આવકવેરા વિભાગની ટેક્સ રિએસેસમેન્ટ (Congress Tax Case)ની કાર્યવાહી સામે અરજી કરી હતી. આ પહેલા હાઈકોર્ટે 20 માર્ચે સુનાવણી...
12:01 AM Mar 23, 2024 IST | Dhruv Parmar
કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આવકવેરા વિભાગની કાર્યવાહી સામે કોંગ્રેસની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોંગ્રેસે સતત ત્રણ વર્ષથી આવકવેરા વિભાગની ટેક્સ રિએસેસમેન્ટ (Congress Tax Case)ની કાર્યવાહી સામે અરજી કરી હતી. આ પહેલા હાઈકોર્ટે 20 માર્ચે સુનાવણી...

કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આવકવેરા વિભાગની કાર્યવાહી સામે કોંગ્રેસની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોંગ્રેસે સતત ત્રણ વર્ષથી આવકવેરા વિભાગની ટેક્સ રિએસેસમેન્ટ (Congress Tax Case)ની કાર્યવાહી સામે અરજી કરી હતી. આ પહેલા હાઈકોર્ટે 20 માર્ચે સુનાવણી પૂરી થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ યશવંત વર્મા અને પુરુષોત્તમ કુમાર કૌરવની બેન્ચે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કોંગ્રેસે સતત ત્રણ વર્ષ એટલે કે 2014-15, 2015-16 અને 2016-17 માટે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ટેક્સ રિ-એસેસમેન્ટ કાર્યવાહી (Congress Tax Case) વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

આવકવેરા વિભાગની કાર્યવાહીનો કોંગ્રેસે કર્યો વિરોધ

અગાઉ કોંગ્રેસે પુન:મૂલ્યાંકનની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું કે, ટેક્સ રિએસેસમેન્ટ (Congress Tax Case) એક્શન પર સમય મર્યાદા લાગુ પડે છે. આવકવેરા વિભાગ મહત્તમ છ એસેસમેન્ટ વર્ષ માટે જ જઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પુનઃમૂલ્યાંકનની કાર્યવાહી આવકવેરા કાયદાની જોગવાઈઓથી વિપરીત હાથ ધરવામાં આવી રહી છે.

BJP એ Video બનાવ્યો...

'અગાઉ કોર્ટે IT ની કાર્યવાહી રોકવાનો ઇનકાર કર્યો હતો'

જો કે, આવકવેરા વિભાગે દાવો કર્યો હતો કે કોઈપણ વૈધાનિક જોગવાઈનું ઉલ્લંઘન થયું નથી. પ્રાપ્ત સામગ્રી અનુસાર, પાર્ટીની છુપી આવક 520 કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં, હાઈકોર્ટે રૂ. 100 કરોડથી વધુના બાકી ટેક્સ (Congress Tax Case)ની વસૂલાત માટે આવકવેરા વિભાગની કાર્યવાહી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આકારણી અધિકારીએ વર્ષ 2018-19 માટે કોંગ્રેસની આવક રૂ. 199 કરોડથી વધુ હોવાનો અંદાજ મૂક્યો હતો. પાર્ટી પાસેથી 100 કરોડથી વધુના બાકી ટેક્સ (Congress Tax Case)ની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Smriti Irani : કેજરીવાલ પર સ્મૃતિ ઈરાનીનો પ્રહાર, કહ્યું- કોર્ટમાં રજૂ કરાયેલા કેટલાક તથ્યો હ્રદયસ્પર્શી છે…

આ પણ વાંચો : Arvind Kejriwal Arrest : રાઉઝ એવન્યુ કોર્ટનો મોટો નિર્ણય, 6 દિવસના ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા…

આ પણ વાંચો : Delhi Liquor Case : એક બોટલ પર એક ફ્રી, પુષ્કળ વેચાયો દારૂ, તો એવું તો શું થયું કે કેજરીવાલને…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bank Account FreezeBusinessCongressCongress Bank AccountsDelhi-High-CourtHigh CourtIncome Tax Department ActionIndiaNationalRe Tax Assessment
Next Article