Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ajit Pawar ના વિમાનમાં બોમ્બ હતો? તપાસ થાય, NCP MP સોનવણેને ષડયંત્રની આશંકા

મહારાષ્ટ્રના નેતા અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા નિધન અંગે NCP સાંસદ બજરંગ સોનવણેએ ષડયંત્રની શંકા વ્યક્ત કરી છે. તેમણે વિમાનમાં બોમ્બ હોવાની શક્યતા તપાસવા અને મુસાફરોની સંખ્યા તથા મળેલા મૃતદેહોની સંખ્યામાં તફાવત મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. સોનવણેએ અજિત પવારને પોતાના 'રાજકીય પિતા' ગણાવતા બીડ જિલ્લામાં તેમનું ભવ્ય સ્મારક બનાવવાની પણ જાહેરાત કરી છે.
ajit pawar ના વિમાનમાં બોમ્બ હતો  તપાસ થાય  ncp mp સોનવણેને ષડયંત્રની આશંકા
Advertisement

. શરદ પવારની એનસીપીના સાંસદ બજરંગ સોનવણેને આશંકા
. અજિત પવારના પ્લેનમાં વિસ્ફોટક હતો કે કેમ તેની તપાસ કરાય
. 'વિમાનમાં 6 લોકો સવાર હતા, પણ મૃતદેહ 5 કેવી રીતે મળ્યા?'

NCP MP on Ajit Pawar Death : મહારાષ્ટ્રના કદ્દાવર નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદે રહીને વિમાન દુર્ઘટનામાં મોતને ભેંટેલા અજિત પવાર (Ajit Pawar) ના અકસ્માતને લઈને ઘણાં પ્રકારના દાવા થઈ રહ્યા છે. ભારતના દિગ્ગજ નેતાઓમાં સુમાર શરદ પવાર (Sharad Pawar) ના ભત્રીજા અજિત પવારના અચાનક વિમાન દુર્ઘટનામાં નિધનથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. હવે શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીના સાંસદ બજરંગ સોનવણેએ દુર્ઘટનાને લઈને સનસનાટીપૂર્ણ શંકા રજૂ કરી છે. તેમણે સીધો સવાલ ક્યો છે કે શું અજિત દાદાના વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો ? સાંસદ બજરંગ સોનવણે (Bajrang Sonawane) એ કહ્યુ છે કે આ દુર્ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને એ પણ ઉજાગર થવું જોઈએ કે વિમાનમાં શું બોમ્બ તો ન હતો ને?

Advertisement

પત્રકારો સાથેની વાતચીતમાં બજરંગ સોનવણે ભાવુક થયા અને તેમણે કહ્યુ કે તેમના રાજકીય જીવનને ઘડવામાં અજિત પવારનું મોટું યોગદાન રહ્યું છે. આ દરમિયાન તેમમે વિમાન દુર્ગટનાની પરિસ્થિતિ પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે વિમાનમાં કુલ 6 લોકો સવાર હતા, પણ મૃતદેહો પાંચ જ કેવી રીતે મળ્યા? જે પ્રકારે દુર્ઘટના થઈ અને જણાવવામાં આવ્યું કે હવામાં ત્રણ વિસ્ફોટ થય, તેનાથી શંકા પેદા થાય છે. તેમણે માગણી કરી કે આ સ્પષ્ટ કરવામાં આવે કે ક્યાંક વિમાનમાં વિસ્ફોટક તો ન હતો. આખરે હવામાં વિસ્ફોટ કેવી રીતે થયો?

Advertisement

સાંસદ સોનવણેએ એમ પણ કહ્યુ છે કે દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ જાહેર કરવી જોઈએ. દુર્ઘટનાવાળા દિવસે અજિત પવારના ઘરેથી નીકળતી વખતના સીસીટીવી ફૂટેજ સામે આવવા જોઈએ. વિમાન હવામાં જ ક્રેશ થઈ ગયું, જમીન પર પડતા પહેલા જ વિસ્ફોટ કેમ થયો? ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ. તેમણે માગણી કરી છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન ઉડાડનારા પાયલટની પૃષ્ઠભૂમિ અને તે દિવસની ગતિવિધિઓની પણ તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો : Ajit Pawar Plane Crash: અજિત પવાર અને વિજયભાઈ રુપાણી જ નહીં.....રાજકારણના આ મહારથીઓનું પણ પ્લેન ક્રેશમાં થયું છે મોત

'મારા રાજનીતિક પિતા હતા અજિત પવાર'

રાજકીય મતભેદો છતાં બજરંગ સોનવણે અજિત પવારને યાદ કરતા ભાવુક દેખાયા. તેમણે કહ્યુ કે 1999થી મારા અને અજિત દાદાના સંબંધ રહ્યા છે. મને રાજકારણમાં ઘડવામા તેમનું ઘણું મોટું યોગદાન છે. તેઓ મારા રાજકીય પિતા હતા. આ આખા મહારાષ્ટ્ર અને દેશ માટે અપૂરણીય ક્ષતિ છે.

'Ajit Pawar નું ભવ્ય સ્મારક બનાવીશ'

સાંસદ સોનવણેએ ઘોષણા કરી છે કે તેઓ બીડ જિલ્લાના યેડેશ્વરી કારખાન પરિસરમાં અજિત પવારનું એક ભવ્ય સ્મારક બનાવશે. તેણે સંકલ્પ કર્યો કે એક વર્ષની અંદર તેઓ સ્મારકનું નિર્માણ કરીને તેમની પહેલી પુણ્યતિથિ પર તેનું લોકાર્પણ કરશે, જેથી આગામી પેઢીઓને તેનાથી ઊર્જા મળી શકે.

આ પણ વાંચો : PM મોદીએ ડેપ્યુટી CM બનવા બદલ સુનેત્રા પવારને પાઠવી શુભેચ્છા,'અજિતદાદાના વિઝનને સાકાર કરશે'

'રાજકારણ પર બોલવાનો સમય નથી'

બંને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીઓના એક થવાની અટકળો પર સોનવણેએ કહ્યુ કે આ રાજકારણની વાત કરવાનો સમય નથી. 10 દિવસનો શોક હોવાને કારણે તેમણે મીડિયાથી અંતર બનાવી રાખ્યું. અજિત પવાર તેમના માટે મજબૂત સહારો હતા. હવે બીડ જિલ્લાનો વિકાસ કઈ દિશામાં જશે, તે કહેવું મુશ્કેલ છે.

મહત્વપૂર્ણ છે કે 28 જાન્યુઆરી, 2026ના રોજ બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અજિત પવારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. શરૂઆતની તપાસમાં ખરાબ દ્રશ્યતા અને તકનીકી ખરાબીને દુર્ઘટનાનું કારણ ગણાવાયા હતા. પરંતુ ઘણાં નેતાઓએ આ દુર્ઘટનાની પાછળ ષડયંત્રની શંકા પણ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : Ajit Pawar : કાકા શરદ પવારની પાઠશાળામાંથી નીકળી અજિત પવાર બન્યા મહારાષ્ટ્ર રાજકારણના "દાદા"

Tags :
Advertisement

.

×