Mahakumbh મા થયેલી નાસભાગમાં ષડયંત્રની આશંકા, એક્શનમાં STF
- Mahakumbh મૌની અમાસ પર થયેલી નાસભાગની તપાસ તેજ
- યુપી એસટીએફ સંગમ મોબાઇલ નંબરોના ડેટાને સ્કેન
- વસંત પંચમીના સ્નાનને લઈને યુપી પોલીસ હાઈ એલર્ટ પર
Mahakumbh:ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાસ પર થયેલી નાસભાગની તપાસ તેજ કરી દીધી છે. UP STFની ટીમ કાવતરાના એંગલની તપાસમાં વ્યસ્ત છે. મહાકુંભમાં કોઈ કાવતરાના ભાગરૂપે નાસભાગ મચી ગઈ હતી કે કેમ તે જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેની તપાસના ભાગ રૂપે, યુપી એસટીએફ સંગમ નાકાની આસપાસ સક્રિય મોબાઇલ નંબરોના ડેટાને સ્કેન કરી રહી છે.
16 હજારથી વધુ મોબાઈલ નંબરના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે
મળતી માહિતી અનુસાર 16 હજારથી વધુ મોબાઈલ નંબરના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની તપાસમાં ઘટના બાદ ઘણા મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવ્યા છે. મહા કુંભ મેળા વિસ્તારમાં કમાન્ડ અને કંટ્રોલ રૂમના સીસીટીવીમાંથી ફેસ રેકગ્નિશન એપ દ્વારા શકમંદોની ઓળખ કરવામાં આવી રહી છે. વસંત પંચમીના સ્નાનને લઈને યુપી પોલીસ હાઈ એલર્ટ પર છે. યુપી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ આખી રાત મહાકુંભ અને પ્રયાગરાજમાં મેદાનમાં સક્રિય રહેશે.
સોમવારે સવારે 5 વાગ્યાથી શરૂ થશે
વસંતપંચમી નિમિત્તે યોજાનારા મહાકુંભમાં ત્રીજું અમૃતસ્નાન સોમવારે સવારે 5 વાગ્યાથી શરૂ થશે. સૌપ્રથમ સવારે 4 કલાકે પંચાયતી અખાડા મહાનિર્વાણી અમૃત સ્નાન માટે સંગમ ઘાટ પહોંચશે. આ પછી એક પછી એક 12 અખાડાઓ પણ સંગમમાં ડૂબકી લગાવશે. મૌની અમાસના દિવસે 29 અને 30 જાન્યુઆરીની મધ્યરાત્રિએ લગભગ 2 વાગ્યે પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાના લગભગ 16 કલાક બાદ મહાકુંભ પ્રશાસને 30 શ્રદ્ધાળુઓના મોત અને 60ના ઘાયલ થવાની પુષ્ટિ કરી હતી.
આ પણ વાંચો-Mahakumbh: CM યોગી પ્રયાગરાજના સંગમ સ્થાન પર પહોંચ્યા અને અકસ્માતની સંપૂર્ણ માહિતી મેળવી
પ્રયાગરાજ શહેરમાં 4 ફેબ્રુઆરી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશના માહિતી વિભાગના જણાવ્યા અનુસાર, 2 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધી 41.90 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ રીતે મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 34 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે.
આ પણ વાંચો-માથા પર શિવલિંગ મુકી ઉપરાષ્ટ્રપતિ ધનખડે લગાવી મહાકુંભમાં ડુબકી, મારુ જીવન ધન્ય થઇ ગયું
વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો
વસંત પંચમી નિમિત્તે 3 ફેબ્રુઆરીએ યોજાનારા અમૃત સ્નાન પહેલા પ્રયાગરાજ શહેરમાં બહારથી આવતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અન્ય જિલ્લામાંથી આવતા શ્રદ્ધાળુઓએ શહેરી વિસ્તારની બહાર બનાવેલા પાર્કિંગ સ્ટેન્ડમાં વાહનો પાર્ક કરવાના રહેશે. અહીંથી, શ્રદ્ધાળુઓ શટલ બસ દ્વારા અને પગપાળા નજીકના ઘાટ પર પહોંચી શકશે. આ વ્યવસ્થા 2 થી 4 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. નાના અને મોટા વાહનો માટે અલગ-અલગ પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે.