'મોદી તેરી કબ્ર ખુદેગી' સૂત્રો પોકારનારાઓમાં દાનિશ, મહબૂબ સામેલ, FIRની માંગ
. ઉમર ખાલિદ-શરજીલ ઈમામને જામીન નહીં મળવાનો મામલો
. 2020ના દિલ્હી હુલ્લડોની સાજિશના મામલામાં બંને જેલમાં છે બંધ
. સુપ્રીમ કોર્ટે જામીન અરજી નામંજૂર કર્યા પછી જેએનયૂમાં સૂત્રોચ્ચાર!
નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં ફરી એકવાર વિવાદીત સૂત્રોચ્ચાર થવાને કારણે હંગામો સર્જાયો છે. સમોવારે મોડી રાત્રે સાબરમતી હોસ્ટેલની બહાર આયોજીત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની વિરુદ્ધ 'મોદી-શાહ તેરી કબ્ર ખુદેગી, JNU કી ધરતી પર' જેવા ભડકાઉ સૂત્રો પોકાર્યા હતા. આ પ્રદર્શન સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી હુલ્લડના આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઈમાનની જામીન અરજી નામંજૂર થયા બાદ થયા.
ઉમર-શરજીલની મુક્તિના સમર્થનમાં દેખાવ
5 જાન્યુઆરી, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હી હુલ્લડની મોટી સાજિશના મામલામાં ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજીને નામંજૂર કરી હતી. તેના પછી જેએનયુના ડાબેરી છાત્ર સગઠનો- એસએફઆઈ, ડીએસએફ અને આઈસા-સાથે જોડાયેલા 30-35 વિદ્યાર્થીઓએ ગુરિલ્લા ઢાબા પાસે વિરોધ વ્યક્ત કર્યો. કાર્યક્રમની શરૂઆત 2020ની જેએનયુ હિંસાની છઠ્ઠી વરસી મનાવવા માટે યોજાયો હતો. પરંતુ કોર્ટના ચુકાદા બાદ સૂત્રો બદલાઈ ગયા. વીડિયોમાં 'મોદી-શાહ કી કબ્ર ખુદેગી જેએનયુ કી ધરતી પર', 'અડાની-અંબાની રાજ કી કબ્ર ખુદેગી' જેવા વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.
Modi-Shah Ki Kabar Khudegi ??
In a safe and free India, these people keep abusing Prime Minister but seek freedom. INDIA will be free from such sick people !
ऐसे देश में रहते है जहाँ प्रधानमंत्री को खुलेआम गाली दी जाती है... फिर भी ये मानसिक रूप से बीमार लोग को आजादी चाहिए? pic.twitter.com/2IkWxQKadS
— Kiren Rijiju (@KirenRijiju) January 6, 2026
આરોપીઓની ઓળખ
જેએનયુ પ્રશાસને આ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લીધી અને મુખ્ય સુરક્ષા અધિકારીએ દિલ્હી પોલીસને પત્ર લખીને એફઆઈઆર નોંધવાની માગણી કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ સૂત્રો અત્યાધિક વાંધાજનક, ભડકાઉ અને ઉત્તેજક છે, જે સુપ્રીમ કોર્ટનો અનાદર હોવાની સાથે યુનિવર્સિટીની આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આ સૂત્રોથી કેમ્પસની શાંતિ અને જાહેર વ્યવસ્થા ખતરામાં પડી શકે છે.
#WATCH | पटना: केंद्रीय मंत्री गिरिराज सिंह ने कल JNU कैंपस में PM मोदी और केंद्रीय गृह मंत्री अमित शाह के खिलाफ हुई कथित नारेबाजी पर कहा, "JNU 'टुकड़े-टुकड़े गैंग', राहुल गांधी जैसी देश विरोधी मानसिकता वाले लोग, चाहे वह RJD हो, TMC हो, या वामदल हो उनका कार्यालय बन गया है। उन्हें… pic.twitter.com/gXOTb5tzfH
— ANI_HindiNews (@AHindinews) January 6, 2026
#WATCH | दिल्ली: RJD सांसद मनोज झा ने JNU कैंपस में PM मोदी और केंद्रीय गृह मंत्री अमित शाह के खिलाफ हुई कथित नारेबाजी पर कहा, "मैं स्पष्ट तौर पर एक बात कहूं तो हम सब आहत हुए थे। एक-दो बातें बहुत चिंताजनक हैं, किसी को बिना ट्रायल के इतने सालों तक जेल में कैसे रखा जा सकता है, ताकि… pic.twitter.com/5H0ojKYM80
— ANI_HindiNews (@AHindinews) January 6, 2026
ફરિયાદમાં મુખ્યત્વે ઓળખાયેલા વિદ્યાર્થીઓ-
અદિતિ મિશ્રા
ગોપિકા બાબૂ
સુનીલ યાદવ
સાદ આજમી
મહબૂબ ઈલાહી
કનિષ્ક
પાકિજા ખાન
શુભમ
અને અન્ય કેટલાક વિદ્યાર્થીઓ આમા સામેલ છે. સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે હાજર હતા અને તેમણે આખી ઘટનાનું નિરીક્ષણ કર્યું.
જેએનયૂ પ્રશાસનનું કડક વલણ
યુનિવર્સિટીએ નિવેદન જાહેર કરીને લોકતાંત્રિક અસંમતિ અને ઘૃણાસ્પદ ભાષણમાં સ્પષ્ટ અંતર છે. આવા સૂત્રો રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરો છે. પ્રશાસને છાત્રોને ચેતવણી આપી કે શાંતિ ભંગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.
Chief Security Officer at JNU files a report to the JNU Chief Proctor regarding the sloganeering incident that took place yesterday, 5th January incident
"The number of students present at the spot was approximately 30-35. The prominent students identified during the programme… pic.twitter.com/JY5VExv0hU
— ANI (@ANI) January 6, 2026
ભાજપનું વિપક્ષ પર નિશાન
ભાજપે આવા સૂત્રોચ્ચારને દેશદ્રોહીગણાવ્યા. પાર્ટીના નેતાઓએ આને ટુકડે-ટુકડે ગેંગ અને અર્બન નક્સલ્સની કરતૂત ગણાવી. દિલ્હીના મંત્રી અને ભાજપના નેતા આને રાષ્ટ્રવિરોધી માનસિકતાનુંપ્રમાણ ગણાવી રહ્યા છે. કેટલાક નેતાઓએ વિપક્ષ પર આરોપ લગાવ્યો કે તે આવા તત્વોને સંરક્ષણ આપે છે.
જેએનયુ લાંબા સમયથી રાજકીય વિવાદોનું કેન્દ્ર રહી છે. 2016માં દેશદ્રોહના મામલા બાદ આ નવો વિવાદ કેમ્પસની રાજનીતિને ફરી ગરમ કરે તેવી શક્યતા છે. પોલીસ તપાસ બાદ આગળની કાર્યવાહી નિર્ધારીત થશે.
#WATCH दिल्ली: भाजपा नेता शहजाद पूनावाला ने JNU में पीएम नरेंद्र मोदी और केंद्रीय गृह मंत्री अमित शाह के खिलाफ लगाए गए नारों पर कहा, " अब ये स्पष्ट हो चुका है जो नारे पीएम मोदी और अमित शाह को मारने के लिए लगाए गए ' मोदी, अमित शाह तेरी कब्र खोदेगी JNU की धरती पर' ये सोचा समझा… pic.twitter.com/FdX7z0MyW7
— ANI_HindiNews (@AHindinews) January 6, 2026
#WATCH | Delhi | On the reported sloganeering against PM Modi and Union Home Minister Amit Shah in JNU campus, Congress leader Udit Raj says, "This is a way of expressing resentment...There is outrage in the JNU (against the Supreme Court's verdict in the 2020 Delhi Riots larger… pic.twitter.com/Yd8Ch64Uv6
— ANI (@ANI) January 6, 2026


