Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુપીના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા

યુપી મંત્રીનો વિવાદિત નિવેદન રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા રાહુલ ગાંધીને દેશ સાથે કોઇ લેવાદેવા નથી : યુપી મંત્રી જ્યારથી રાહુલ ગાંધી (Rahul Gandhi) એ અમેરિકાનો પ્રવાસ કર્યો છે ત્યારથી તેમના પર અલગ અલગ નેતાઓની ટિપ્પણીઓ વધી...
યુપીના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન  રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા
Advertisement
  • યુપી મંત્રીનો વિવાદિત નિવેદન
  • રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા
  • રાહુલ ગાંધીને દેશ સાથે કોઇ લેવાદેવા નથી : યુપી મંત્રી

જ્યારથી રાહુલ ગાંધી (Rahul Gandhi) એ અમેરિકાનો પ્રવાસ કર્યો છે ત્યારથી તેમના પર અલગ અલગ નેતાઓની ટિપ્પણીઓ વધી ગઇ છે. થોડા દિવસ પહેલા કેન્દ્રિય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ (Union Minister Ravneet Singh Bittu) એ રાહુલ ગાંધી પર એક વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) આપ્યું હતું. તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને આતંકવાદી (Terrorist) ગણાવ્યા હતા. હવે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી રઘુરાજ સિંહે પણ રાહુલ ગાંધીને આતંકવાદી ગણાવ્યા છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે કારણ કે તેઓ આ દેશના ભાગલા પાડવા માંગે છે. તેમને દેશ સાથે કોઈ લેવાદેવા નથી.

યુપી મંત્રી રઘુરાજ સિંહનું વિવાદિત નિવેદન

યુપી સરકારના શ્રમ અને રોજગાર મંત્રી રઘુરાજ સિંહે પોતાના નિવેદનથી વિવાદ ઊભો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) દેશના નંબર વન આતંકવાદી છે. તેમના દાવા અનુસાર, રાહુલ ગાંધી દેશના ભાગલા પાડી રહ્યા છે અને તેઓને ભારત સાથે કોઈ સંબંધ નથી. મંત્રીના કહેવા મુજબ, આ લોકો ઈટાલીથી ભારતને લૂંટવા આવ્યા છે, અને તેથી તેઓ આતંકવાદી છે. રઘુરાજ સિંહે મહાત્મા ગાંધીના એક પુસ્તકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આઝાદીના બાદ કોંગ્રેસને ખતમ કરી દેવું જોઈએ.” તેમણે આ નિવેદન સાથે પણ કહ્યુ કે, અંગ્રેજો મરી ગયા અને બાળકો છોડી ગયા. તેમણે આકરો પ્રહાર કરીને જણાવ્યું કે, “રાહુલ ગાંધીનો કોઈ ધર્મ નથી. બાબા મુસ્લિમ હતા અને પિતા પછી ખ્રિસ્તી બન્યા, તેઓનો કોઈ ધર્મ નથી.”

Advertisement

Advertisement

કેન્દ્રીય મંત્રી પણ રાહુલને આતંકવાદી કહી ચુક્યા છે

આ પૂર્વે, કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવનીત સિંહ બિટ્ટુએ પણ રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધી શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને શીખો કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી. આ રીતે, તેઓ દેશમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે.” રઘુરાજ સિંહ અને રવનીત સિંહ બિટ્ટુના આ નિવેદનો એ ધારણાને પ્રબળ બનાવે છે કે તેઓ રાજકીય વિવાદોને પ્રોત્સાહન આપી રહ્યા છે.

આ પણ વાંચો:  Rahul Gandhi દેશના નંબર-1 આતંકવાદી હોવાનો શીખ નેતાએ કર્યો દાવો

Tags :
Advertisement

.

×