ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Corona એ પકડી રફતાર, નોઇડામાં 7થી 9 જૂન સુધી કલમ 163 લાગુ

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 5 હજારને પાર છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસ નોઁધાયા નોઇડામાં લાગુ કરાઇ કલમ 163 લાગુ   Corona cases : દેશમાં કોરોનાના (covid 19 noida) એક્ટિવ કેસની સંખ્યા 5 હજારને પાર થઇ ગઇ છે. દિવસ...
06:59 PM Jun 06, 2025 IST | Hiren Dave
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 5 હજારને પાર છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસ નોઁધાયા નોઇડામાં લાગુ કરાઇ કલમ 163 લાગુ   Corona cases : દેશમાં કોરોનાના (covid 19 noida) એક્ટિવ કેસની સંખ્યા 5 હજારને પાર થઇ ગઇ છે. દિવસ...
coronavirus new cases

 

Corona cases : દેશમાં કોરોનાના (covid 19 noida) એક્ટિવ કેસની સંખ્યા 5 હજારને પાર થઇ ગઇ છે. દિવસ જાય તેમ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે વાત કરીએ નોઇડા(covidinnoida)ની તો દિલ્હી નજીક યુપીના નોઇડામાં કોરોના વાયરસે લોકોમાં ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસ નોઁધાયા છે જ્યારે કુલ દર્દીઓ 190 થઇ ગયા છે. જ્યારે એકનું મોત થયુ છે.

નોઇડામાં લાગુ કરાઇ કલમ 163

કોરોનાની ઝડપ જોતા જિલ્લામાં બીએનએસની (section 16)કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે જે 7 જૂનથી 9 જૂન સુધી પ્રભાવી રહેશે. આ દરમિયાન કોઇ પણ પ્રકારના મેળાવડા, ધરણા કે પ્રદર્શન નહી થઇ શકે. કોઇ પ્રકારની રેલી નહી નીકળી શકે. પરમિશન વિના 5 થી વધારે લોકો ભેગા નહી થઇ શકે.

આ પણ  વાંચો -Delhiના CM ને મળી જાનથી મારી નાખવાની ધમકી, અહીંથી આવ્યો કોલ

છેલ્લા 24 કલાકમાં 4ના મોત

મહત્વનું છે કે દેશમાં 5 હજાર 364 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. વધારે કેસમાં સંક્રમિતોનો ઘરમાં જ ઇલાજ કરવામાં આવી રહ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં કોરોનાથી 50થી વધારે લોકોના મોત થયા છે. ત્યારે નોઇડામાં કોરોના વકરતા સ્વાસ્થ્ય વિભાગે સાવધાની વર્તવા અપીલ કરી છે.એસીએમઓ ડોક્ટર ટીકમ સિંહે જણાવ્યું કે જિલ્લામાં 32 લોકો કોરોના પોઝિટીવ થયા છે જેથી કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 190 થઇ છે જેમાં 79 પુરુષ અને 111 મહિલાઓ છે. આ સમયે હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

આ પણ  વાંચો -Waqf UMEED Portal : Waqf સંપત્તિ માટે ઉમ્મીદ પોર્ટલ લૉન્ચ, 6 મહિનામાં કરાવવુ પડશે રજિસ્ટ્રેશન

શું છે કોરોનાના લક્ષણ

કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો અથવા દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો જોવા મળે છે.ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ગુમાવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે.આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે.ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ એ એક મોટો ખતરાની નિશાની છે.જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સલાહ

Tags :
coronavirus death tollcoronavirus new casescovid 19 noidacovid in noidaCOVID-19 surge Indiasection 163
Next Article