ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Corona Alert: Mumbai માં ફરી કોરોનાની દહેશત! 52 દર્દીઓ પોઝિટિવ, તંત્ર એલર્ટ પર

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.
11:43 AM May 20, 2025 IST | MIHIR PARMAR
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.
Corona scare again in Mumbai gujarat first

Corona Alert: મુંબઈમાં કોરોના વાયરસ (Corona virus)ના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 53 થી વધુ કેસ નોંધાયા છે, જો કે હજુ સુધી કોઈ મૃત્યુ નોંધાયા નથી. હોસ્પિટલો એલર્ટ મોડ પર છે અને કોવિડ દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. ગઈકાલે કોવિડ સંક્રમિત બે દર્દીઓના મોત થયા હતા, જો કે બંને દર્દીઓની હાલત પહેલાથી જ ગંભીર હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જ્યારે બીજા દર્દીને નેફ્રોટિક સિન્ડ્રોમ હતું. આ દર્દીઓને મુંબઈની KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દેખરેખ રાખી રહ્યું છે

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ બેડ અને સ્પેશિયલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ કોવિડ-19ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સતત દેખરેખ રાખી રહ્યું છે. જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2025 સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ઘણી ઓછી હોવાનું જાણવા મળ્યું છે. જોકે મે મહિનાથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

આ પણ વાંચો :  ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રમ્પ કેમ પડ્યા? વિદેશ સચિવે સંસદીય સમિતિ સમક્ષ કર્યો ખુલાસો

હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે વ્યવસ્થા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈ મેટ્રોપોલિટન રિજનની હોસ્પિટલોમાં સારી સારવાર અને માર્ગદર્શનની સુવિધા ઉપલબ્ધ છે. સેવન હિલ્સ હોસ્પિટલમાં 20 બેડ (MICU), બાળરોગ અને સગર્ભા સ્ત્રીઓ માટે 20 બેડ અને 60 સામાન્ય બેડ છે. આ સિવાય કસ્તુરબા હોસ્પિટલમાં 2 ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) બેડ અને 10 બેડનો વોર્ડ છે. જો જરૂરી હોય તો, આ ક્ષમતાને તરત જ વધારવામાં આવશે.

કોવિડ-19 ના લક્ષણો

કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન આવવી જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી એ મુખ્ય જોખમી સંકેત છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો :  Golden Temple માં પહેલી વાર એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવશે

Tags :
corona alertCorona UpdateCovid MumbaiCovid SymptomsCovid-19 IndiaGujarat FirstHealth Department AlertMihir ParmarMumbai Covid CasesMumbai Health CrisisPandemic preparednessStay Safe Mumbai
Next Article