Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

CR Paatil : અધિકારીઓ સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની બેઠક, મંત્રાલયમાં કર્યા મોટા સુધારા

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જળ શક્તિ મંત્રાલયમાં (Jal Shakti Ministry) ચાલી રહેલી પ્રક્રિયાઓને બદલવા માટે વરિષ્ઠ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે, પણ બેઠક બાદ કંઈક મોટું થવાના સંકેત મળ્યા છે. છેલ્લા બે વર્ષના રિપોર્ટ કાર્ડની ચકાસણી સાથે આગામી સમય માટે વ્યૂહરચના ઘડવામાં આવી છે,
cr paatil   અધિકારીઓ સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી  આર  પાટીલની બેઠક  મંત્રાલયમાં કર્યા મોટા સુધારા
Advertisement
  • CR Paatil એ જળ શક્તિ મંત્રાલયમાં કર્યા મોટા સુધારા!
  • દિલ્હીમાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઈ મહત્વની બેઠક
  • છેલ્લા 2 વર્ષના વહીવટી અને ટેકનિકલ સુધારાઓની કરાઈ સમીક્ષા
  • મંત્રાલયને વધુ જવાબદાર અને જન-કેન્દ્રિત બનાવવા પર મુકાયો ભાર
  • સુશાસન અને પારદર્શિતા વધારવા માટે તૈયાર થયો આગામી રોડમેપ
  • જળ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે મંત્રીએ અધિકારીઓને આપી કડક સૂચના

Delhi :  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના દરેક વિભાગમાં સુશાસન અને પારદર્શિતા લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ કડીમાં, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી (Union Jal Shakti Minister) સી.આર. પાટીલે (CR Paatil) મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક (Review Meeting) ની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા બે વર્ષમાં મંત્રાલયમાં થયેલા વહીવટી અને ટેકનિકલ સુધારાઓનું મૂલ્યાંકન કરવાનો હતો.

આ પણ વાંચો : Weather Update: આજથી ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ, માર્ચમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચશે!

Advertisement

C.R. PATIL DELHI_GUJRAT_FIRST

CR Paatil: વહીવટી અને વૈધાનિક સુધારા 

બેઠક દરમિયાન, સી.આર. પાટીલે (CR Paatil) મંત્રાલયમાં કરવામાં આવેલા મુખ્ય સુધારાઓ (Reforms) પર વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રાલયને વધુ પ્રભાવી અને જવાબદેહ બનાવવા માટે વહીવટી માળખામાં જરૂરી ફેરફારો સૂચવવામાં આવ્યા હતા. ખાસ કરીને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કાયદાકીય પ્રક્રિયાઓને સરળ બનાવીને 'ઇઝ ઓફ લિવિંગ' (Ease of Living) અને 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' (Ease of Doing Business) ને વેગ આપવાની દિશામાં મંત્રાલય ગંભીરતાથી કાર્ય કરી રહ્યું છે.

Advertisement

C.R. Paatil_gujrat_first

ભવિષ્યનો રોડમેપ 

મંત્રી સી. આર. પાટીલે  (CR Paatil) ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટેકનિકલ સુધારાઓ દ્વારા જળ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય છે. આગામી સમય માટે એક મજબૂત કાર્યયોજના (Action Plan) તૈયાર કરવા અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રાલયને વધુ 'જન-કેન્દ્રિત' (People-Centric) બનાવવા માટે પારદર્શિતા લાવવી અત્યંત આવશ્યક છે. આ સમીક્ષા બેઠકમાં આગામી વર્ષોમાં જળ સુરક્ષા અને સ્વચ્છતા ક્ષેત્રે કયા નવા આયામો સર કરી શકાય તેના પર પણ મંથન કરવામાં આવ્યું હતું.

મંત્રાલયને વધુ જવાબદાર અને જન-કેન્દ્રિત બનાવવા માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આગામી કાર્યયોજના પર અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. અને આગળના કામકાજ અંગે પણ ઊંડાણ પૂર્વક વાત કરી હતી.

આ પણ વાંચો : Dinsha Javerbhai Patel: ગુજરાતના દિગ્ગજ નેતા દિનશા ઝવેરભાઈ પટેલ, સંઘર્ષથી કેન્દ્રીયમંત્રી સુધીની પ્રેરણાદાયી સફર

Tags :
Advertisement

.

×