ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Crime News : દહેજમાં માંગી SUV અને 10 લાખ રોકડા, ન મળ્યા તો પત્નીને આપ્યું HIV નું ઇન્જેક્શન

સહારનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દહેજના લોભમાં એક નવપરિણીત મહિલાના સાસરિયાઓએ તમામ હદો પાર કરી દીધી.
04:15 PM Feb 15, 2025 IST | Hardik Shah
સહારનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દહેજના લોભમાં એક નવપરિણીત મહિલાના સાસરિયાઓએ તમામ હદો પાર કરી દીધી.
Saharanpur Uttar Pradesh HIV infected injection

Uttar Pradesh : સહારનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દહેજના લોભમાં એક નવપરિણીત મહિલાના સાસરિયાઓએ તમામ હદો પાર કરી દીધી. લગ્ન પછીથી જ તેણી પર અત્યાચાર થવાનું શરૂ થઇ ગયું હતું, પરંતુ પરિસ્થિતિ ત્યારે ભયાનક બની જ્યારે તેને HIV સંક્રમિત ઇન્જેક્શન આપી મૃત્યુ તરફ ધકેલવાનો પ્રયાસ થયો. આ ચોંકાવનારી ઘટનાએ સમાજને હચમચાવી દીધો છે.

દહેજના લોભમાં વધતી માંગણીઓ

ફેબ્રુઆરી 2023 માં ખૂબ અપેક્ષાઓ સાથે પુત્રીના લગ્ન કરનાર પિતાએ કોર્ટમાં જણાવ્યું કે, તેમણે લગ્ન માટે 45 લાખ રૂપિયા ખર્ચ્યાં હતાં, સાથે એક SUV અને 15 લાખ રૂપિયા રોકડા દહેજ તરીકે આપ્યા હતા. પણ સાસરિયાઓનો લોભ અહીં અટક્યો નહીં! થોડા દિવસોમાં જ તેઓએ વધુ 10 લાખ રૂપિયા અને એક મોટી SUV ની માંગણી શરૂ કરી. આ સાંભળી પરિવાર ચોંકી ગયો. દીકરીને રોજ ધમકાવવામાં આવતી કે "કાં તો અમારી માંગણીઓ સ્વીકાર, અથવા તું તારા પતિના બીજા લગ્ન જો!" માર્ચ 2023 માં, તેને બેફામ માર મારવામાં આવી અને ઘરમાંથી કાઢી મુકાઈ. મહીનાઓ પછી, ગામ પંચાયતના હસ્તક્ષેપ બાદ તે ફરી સાસરિયે પરત ફરી, પરંતુ આ વખતની યાતના એની કલ્પના કરતાં પણ વધુ ભયાનક સાબિત થઈ.

મે 2024: એક ભયાનક દિવસ

મે 2024 નો એ દિવસ મહિલાના જીવન માટે કાળ સમાન સાબિત થયો. સાસરિયાઓએ તેને બળજબરીથી પકડી રાખી HIV સંક્રમિત ઇન્જેક્શન આપી તેણીને મૃત્યુની કગાર પર ધકેલી દીધી. થોડા દિવસોમાં જ તેણીની તબિયત બગડવા લાગી, જ્યારે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે એ વાત બહાર આવી કે મહિલા HIV પોઝિટિવ હતી, જ્યારે પતિ HIV નેગેટિવ હતો! આ ખુલાસાએ સમગ્ર પરિવારને આઘાતમાં મૂકી દીધો.

ન્યાય માટે સંઘર્ષ અને પોલીસની નિષ્ક્રિયતા

જ્યારે પીડિતાનો પરિવાર ન્યાયની આશાએ ગંગોહ પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે SHO રાજેન્દ્ર ત્યાગીએ મામલો મુલતવી રાખીને ઉચ્ચ અધિકારીઓ પાસેથી આદેશ લાવવા કહ્યું. બાદમાં તેઓ સહારનપુરના SSP રોહિત સિંહ સજવાન પાસે ગયા, ત્યાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. અંતે, પરિવારે કોર્ટનો સહારો લીધો, અને કોર્ટના આદેશ પછી જ પોલીસે પતિ, સાળા, ભાભી અને સાસુ વિરુદ્ધ કલમ 307 (હત્યાનો પ્રયાસ), 498A (દહેજ માટે અત્યાચાર) અને અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો. ગુનેગારોને તો તેમના પાપોની સજા મળશે ત્યારે મળશે પણ હાલમાં તેમના રાક્ષસી કૃત્યના કારણે એક સીધી સાદી છોકરીની જીંદગી પૂરી રીતે ખરાબ થઇ ગઇ. તેટલું જ નહીં તેને એક એવી બિમારી થઇ ગઇ કે હવે તેનાથી બહાર આવવું હાલમાં અસંભવ જેવું જ લાગી રહ્યું છે.

આ પણ વાંચો :  જમ્મુમાં રહસ્યમય બીમારીથી 17મા વ્યક્તિનું મોત, મૃત્યુનું કારણ જાણવા માટે કેન્દ્રીય ટીમ રાજૌરી પહોંચી

Tags :
Attempt to murder wifeBride tortured for dowryCourt orders police actionCrime NewsDomestic violence IndiaDowry abuse caseDowry harassment IndiaForced HIV injectionGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHIV infected injectionHIV injection crimeHusband family crueltyNewlywed woman torturedSaharanpur dowry caseSaharanpur shocking incidentUttar Pradeshuttar pradesh Crime newsUttar Pradesh newsWoman infected with HIV
Next Article