Crude Oil: ભારતે ક્રૂડ ઓઈલ આયાતના ચોંકાવનારા આંકડા જાહેર કર્યા
- ભારત-રશિયા વચ્ચે ક્રૂડ વેપાર ઘટ્યો (India Crude Oil)
- જુલાઈમાં આયાત 4.3 ટકા ઘટી
- ફેબ્રુઆરી-2024 બાદ સૌથી નીચલા સ્તરે
India Crude Oil : અમેરિકા-ભારત વચ્ચે ટેરિફ (TrumpTariffs)વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ભારત દ્વારા ક્રૂડ ઓઈલ આયાત-નિકાસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ડેટા મુજબ, ફેબ્રુઆરી બાદ ભારત દ્વારા ક્રૂડ ઓઈલ(India Crude Oil)ની આયાત-નિકાસમાં ઘટાડો થયો છે. આંકડા મુજબ ઓઈલનો વેપાર વાર્ષિક ચાર ટકા ઘટ્યો હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ, ભારત દ્વારા આયાત થતા ક્રૂડ ઓઈલમાં જુલાઈના મહિનાની મહિને દર મહિને લગભગ નવ ટકાનો અને વાર્ષિક આધારે ચાર ટકાનો ઘટાડો થયો હોવાનું જોવા મળી રહ્યું છે.
ભારત-રશિયા વચ્ચે ક્રૂડ વેપાર ઘટ્યો
કેન્દ્ર સરકારે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, જુલાઈમાં ભારતનું ક્રૂડ ઓઈલ આયાત 8.7 ટકા ઘટીને 18.56 મિલિયન મેટ્રિક ટન નોંધાયું છે અને આ આંકડો ફેબ્રુઆરી-2024 બાદ સૌથી નીચલા સ્તરે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઈલ આયાતકાર અને ગ્રાહક છે, જે દર્શાવે છે કે, ભારતનો ક્રૂડ વેપાર વિશ્વભરના અનેક દેશોના અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
આ પણ વાંચો -Paper Stocks : પેપર કંપનીઓના શેરમાં આગ જરતી તેજી,રોકાણકારો માલામાલ,જાણો કારણ
જુલાઈમાં વાર્ષિક આધારે ઓઈલની આયાત 4.3 ટકા ઘટી
પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા મુજબ, ભારતે જુલાઈ-2024માં 19.40 મિલિયન ટનની, જ્યારે જુલાઈ-2025માં 18.56 મિલિયન ટનનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું છે. આમ વાર્ષિક આધારે જોતા તેમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલ પ્રોડક્ટ્સના આયાતમાં પણ 12.8%નો ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો -GST 2.0 માં ટ્રમ્પના ટેરિફની હવા નીકળી જશે! ભારત સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન
નિકાસમાં પણ નિરાશા
આ ઉપરાંત ભારતને માત્ર આયાત જ નહીં, નિકાસમાં પણ નિરાશા હાથ લાગી છે. ભારતની પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં પણ 2.1%નો ઘટાડો નોંધાયો છે, જે હવે 5.02 મિલિયન ટન પર પહોંચી ગઈ છે. ઓઇલ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જુલાઈમાં ભારતનો ઇંધણ વપરાશ માસિક ધોરણે 4.3 ટકા ઘટીને 19.43 મિલિયન ટન થયો છે.
25 ટકા વધારાની ટેરિફ લાદવામાં આવી છે
27 ઓગસ્ટથી ભારતીય માલ પર 50 ટકા સુધીની વધારાની યુએસ ડ્યુટી લાદી શકાય છે. વોશિંગ્ટન પહેલાથી જ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર ૨૫ ટકા ડ્યુટી લાદી ચૂક્યું છે, જે અન્ય ઘણા મુખ્ય વેપારી ભાગીદારો પર લાદવામાં આવેલી ડ્યુટી કરતા વધારે છે. આ વધારાની ડ્યુટી ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર લાદવામાં આવી રહી છે. શુક્રવારે, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારત અમેરિકા સાથેના તેના ભાવિ વેપાર સંબંધો પર "ખૂબ ખુલ્લા મનથી" વિચાર કરશે. આ વાત એવા સમયે કહેવામાં આવી છે જ્યારે અમેરિકા ભારતમાંથી આયાત પર વધારાની ભારે ડ્યુટી લાદવા જઈ રહ્યું છે.