Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ચીન-પાકિસ્તાનથી ઓપરેટ થતું ₹100 કરોડનું સાયબર કૌભાંડ ઝડપાયું, તાઇવાની નાગરિક સહિત સાત ઝડપાયા

દિલ્હી પોલીસના IFSO યુનિટે ₹100 કરોડની છેતરપિંડી આચરતા આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ કરી તાઇવાની નાગરિક સહિત 7ની ધરપકડ કરી છે. આ ગેંગ ચીન અને પાકિસ્તાન જેવા દેશો સાથે જોડાઈને 'સિમ બોક્સ' ટેકનોલોજી દ્વારા વિદેશી કોલ્સને ભારતીય નંબરમાં ફેરવી 'ડિજિટલ અરેસ્ટ'ની ધમકી આપતી હતી. દરોડામાં 22 સિમ બોક્સ અને 120 ચાઇનીઝ સિમ જપ્ત કરાયા છે. તપાસ ટાળવા આ ગેંગ જાણીજોઈને 2G નેટવર્કનો ઉપયોગ કરતી હતી.
ચીન પાકિસ્તાનથી ઓપરેટ થતું ₹100 કરોડનું સાયબર કૌભાંડ ઝડપાયું  તાઇવાની નાગરિક સહિત સાત ઝડપાયા
Advertisement
  • દિલ્હી પોલીસના IFSO યુનિટને મળી મોટી સફળતા
  • પોલીસે કર્યો આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ
  • આરોપીઓ 'સિમ બોક્સ' ટેકનોલોજીનો કરતા હતા ઉપયોગ

દિલ્હી પોલીસના IFSO (ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ) યુનિટે સાયબર ક્રાઇમ વિરુદ્ધ એક અત્યંત મહત્વની સફળતા મેળવતા આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના તાર ચીન, નેપાળ, કંબોડિયા, તાઇવાન અને પાકિસ્તાન જેવા દેશો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં તાઇવાનના એક નાગરિક સહિત કુલ સાત ભેજાબાજ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ સિન્ડિકેટ અત્યાધુનિક 'સિમ બોક્સ' ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં છેતરપિંડીનું નેટવર્ક ફેલાવી રહી છે.

IFSO  Cyber Fraud Bust : તાઇવાન, પાકિસ્તાન સહિતના સાત આરોપી પોલીસના કબજામાં

નોંધનીય છે કે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અંદાજે ₹100 કરોડની સાયબર છેતરપિંડી આચરી છે. આ સિન્ડિકેટ દ્વારા આશરે 20,000 જેટલા ફોન નંબર ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 1,000 થી વધુ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી; તેઓ નિર્દોષ લોકોને ફોન કરીને પહેલગામ અથવા દિલ્હી બોમ્બ વિસ્ફોટ જેવા આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલા હોવાનો ખોટો ડર બતાવતા હતા. ત્યારબાદ, 'ડિજિટલ ધરપકડ'ની ધમકી આપીને માનસિક દબાણ ઊભું કરી પીડિતો પાસેથી મોટી રકમ પડાવતા હતા.

Advertisement

 IFSO એ પાડ્યા દરોડા

દરોડા દરમિયાન પોલીસને ગુનેગારો પાસેથી 22 સિમ બોક્સ, 120 ચાઇનીઝ સિમ કાર્ડ, 10 ભારતીય સિમ કાર્ડ, 3 પાસપોર્ટ, લેપટોપ અને સીસીટીવી કેમેરા જેવી સામગ્રી મળી આવી છે. આ ગેંગ વિદેશથી આવતા ઇન્ટરનેશનલ કોલ્સને ભારતીય લોકલ નંબર તરીકે દેખાડવા માટે સિમ બોક્સનો ઉપયોગ કરતી હતી. તપાસ ટાળવા માટે તેઓ જાણી જોઈને 2G નેટવર્ક પર કોલ રૂટ કરતા હતા. આ ટેકનિકથી એક જ નંબર એકસાથે અલગ-અલગ શહેરોમાં સક્રિય દેખાતો હતો, જેના કારણે પોલીસ માટે તેમને ટ્રેસ કરવા મુશ્કેલ બનતા હતા.

Advertisement

IFSO ના ડેપ્યુટી કમિશનરે આપ્યું મોટું નિવેદન

IFSO ના ડેપ્યુટી કમિશનર વિનીત કુમારના જણાવ્યા અનુસાર, આ તપાસ ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરૂ થઈ હતી જ્યારે અનેક પીડિતોએ UP ATS ના અધિકારીઓના નામે ફેક કોલ આવવાની ફરિયાદ કરી હતી. ACP વિજય ગેહલાવતની આગેવાની હેઠળની ટીમે ટેકનિકલ વિશ્લેષણ અને એક મહિનાની ગુપ્ત દેખરેખ બાદ દિલ્હીના ગોયલા ડેરી, કુતુબ વિહાર, દીનપુર અને શાહબાદ ડેરી જેવા વિસ્તારોમાં દરોડા પાડીને આ કેન્દ્રો શોધી કાઢ્યા હતા. આ ઓપરેશનમાં સ્થાનિક ઓપરેટરો શશી પ્રસાદ અને પરવિંદર સિંહની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દિલ્હીમાં આ સિમ બોક્સ સિસ્ટમનું સંચાલન કરતા હતા.

 IFSO  : સિમ બોક્સ ટેકનોલોજી શું છે?

સિમ બોક્સ (SIM Box) પદ્ધતિ એ એક અત્યાધુનિક ટેકનોલોજી છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો પોલીસ અને તપાસ એજન્સીઓની નજરથી બચવા માટે કરે છે. આ પદ્ધતિમાં એક વિશેષ ઉપકરણનો ઉપયોગ થાય છે, જેમાં એકસાથે સેંકડો સિમ કાર્ડ લગાવી શકાય છે. આ મશીન ઇન્ટરનેટ (VoIP) દ્વારા આવતા આંતરરાષ્ટ્રીય કોલ્સને સ્થાનિક (Local) મોબાઇલ નેટવર્ક પર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. જ્યારે વિદેશમાં બેઠેલો કોઈ ઠગ ઇન્ટરનેટ દ્વારા કોલ કરે છે, ત્યારે આ સિમ બોક્સ તે કોલને ભારતીય સિમ કાર્ડ દ્વારા લોકલ કોલમાં ફેરવી નાખે છે, જેના કારણે પીડિતના ફોન પર વિદેશી નંબરને બદલે ભારતીય મોબાઈલ નંબર દેખાય છે.

આ પદ્ધતિની સૌથી જોખમી બાબત એ છે કે તે ગુનેગારોની અસલી ઓળખ અને લોકેશન છુપાવે છે. તપાસ એજન્સીઓ જ્યારે કોઈ નંબરને ટ્રેસ કરે છે, ત્યારે તેમને માત્ર તે સિમ બોક્સનું લોકેશન મળે છે, જ્યારે અસલી અપરાધી હજારો કિલોમીટર દૂર બીજા દેશમાં બેઠો હોય છે. સાયબર સિન્ડિકેટ્સ આ પદ્ધતિનો ઉપયોગ 'ડિજિટલ એરેસ્ટ' કરવા અથવા આતંકવાદી હુમલાની ધમકી આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવા માટે કરે છે. વધુમાં, આ ટેકનોલોજી દ્વારા IMEI નંબર પણ વારંવાર બદલી શકાતા હોવાથી એક જ નંબર અલગ-અલગ શહેરોમાં સક્રિય દેખાય છે, જે સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો પડકાર બની જાય છે.

આ પણ વાંચો: I-PAC કેસ મામલે ED પહોંચી સુપ્રીમ કોર્ટના શરણે, મમતા સરકારે પણ કેવિએટ અરજી કરી દાખલ! 

Tags :
Advertisement

.

×