ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ram Lalla: રામ લલ્લાની જૂની મૂર્તિના દર્શન પર લાગી રોક, પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર 24 કલાક બાકી

Ram Lalla: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર હવે 24 કલાક બાકી રહ્યા છે. કાલે 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ લલ્લાની 51 ઇંચની મૂર્તિની આસપાસ એક વિસ્તૃત અને લાંબી ધાર્મિક વિધિઓ શનિવારે પૂર્ણ થઈ હતી. મીડિયા...
08:39 AM Jan 21, 2024 IST | VIMAL PRAJAPATI
Ram Lalla: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર હવે 24 કલાક બાકી રહ્યા છે. કાલે 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ લલ્લાની 51 ઇંચની મૂર્તિની આસપાસ એક વિસ્તૃત અને લાંબી ધાર્મિક વિધિઓ શનિવારે પૂર્ણ થઈ હતી. મીડિયા...
Ram Lalla

Ram Lalla: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર હવે 24 કલાક બાકી રહ્યા છે. કાલે 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ લલ્લાની 51 ઇંચની મૂર્તિની આસપાસ એક વિસ્તૃત અને લાંબી ધાર્મિક વિધિઓ શનિવારે પૂર્ણ થઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યારે મૂર્તિની આંખો કપડા દ્વારા ઢાંકી દેવામાં આવી છે. જે કાલે પ્રાણ પ્રતિષ્ઠા સાથે ખોલવામાં આવશે.

આજથી જૂની મૂર્તિના દર્શન પર રોક લગાવાઈ

ઉલ્લેખનીય છે કે, નવી મૂર્તિની આંખો, જે હજી પણ કપડાથી ઢંકાયેલી છે.આ સાથે તે વિવિધ 'અધિવાસ' વિધિઓમાંથી પસાર થઈ છે. અહીં બનાવેલી ફ્રેમ માટે જે ફૂલો ઉપયોગમાં લેવાયેલા છે તે તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કોલકાતા સહિત દેશભરના સ્થળોએથી લાવવામાં આવેલા છે. જેમાં કમળ, ગુલાબ, ચમેલી અને ગુલદાઉદીના ફુલો સામેલ છે.

સીતામઢી માતા સીતાનું જન્મસ્થાન મનાય છે

મળતી વિગતો પ્રમાણે સ્નાપન નામના અનુષ્ઠાનની વિધિ ત્રણ કલાક સુધી ચાલી હતી. જે બાદ ગર્ભગૃહને 81 કળશોના જળથી ધોવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, આ જળ, બિહાર અને નેપાળની સીમામઢી સહિત દેશના અલગ અલગ ધાર્મિત સ્થળો અને નદીઓમાંથી લાવવામાં આવેલ હતું. તમારી જાણકારી ખાતર કે, નેપાળના સીતામઢીને માતા સીતાનું જન્મસ્થાન માનવામાં આવે છે. આ સાથે સાથે અમુક કળશમાં ગૌમૂત્ર સાથે ઔષધીય જળ અને ખાસ ફુલોનો રસ પણ સામેલ હતો.

આ પણ વાંચો: 114 કળશના જળથી Shree Ram કરશે સ્નાન, પ્રાણ પ્રતિષ્ઠાને હવે એક દિવસ બાકી

ક્યારથી શરૂ થશે રામ લલ્લાના દર્શન

અત્યારે જ્યા રામલલ્લા વિરાજમાન થવાના છે તે મંચ તૈયાર થઈ રહ્યો છે. જેથી અત્યારે અસ્થાયી જૂની મૂર્તિના દર્શન પર રોક લગાવી દેવામાં આવી છે. આ અસ્થાયી મંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, ‘તેને રવિવારે સાંજે ગર્ભગૃહમાં લાવવામાં આવશે અને નવી મૂર્તિ સાથે 23 જાન્યુઆરીથી તેના દર્શન શરૂ થઈ જશે તેવી સંભાવના છે.’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
amawa ram mandirayodhya ram mandir newsJai Shree Ramnational newsram mandir ayodhyaram mandir newsSHREE RAM MANDIRShree Ram Temple
Next Article