ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Farmer Protest: ખેડૂત આંદોલનમાં ફરજ પર તૈનાત પોલીસ કર્મીનું મોત, જાણો શું હતું કારણ...

Farmer Protest: ખેડૂત આંદોલન અત્યારે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ ખેડૂત આંદોલનમાં પોલીસકર્મીઓના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે બુધવારે હરિયાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજય કુમારનું મોત થયું હતું. વિજય કુમાર ટોહાના સરહદ પર પોતાના...
09:02 AM Feb 22, 2024 IST | VIMAL PRAJAPATI
Farmer Protest: ખેડૂત આંદોલન અત્યારે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ ખેડૂત આંદોલનમાં પોલીસકર્મીઓના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે બુધવારે હરિયાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજય કુમારનું મોત થયું હતું. વિજય કુમાર ટોહાના સરહદ પર પોતાના...
Farmer

Farmer Protest: ખેડૂત આંદોલન અત્યારે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ ખેડૂત આંદોલનમાં પોલીસકર્મીઓના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે બુધવારે હરિયાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજય કુમારનું મોત થયું હતું. વિજય કુમાર ટોહાના સરહદ પર પોતાના સેવા આપી રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને થોડી જ વારમાં તેમનું મોત થઈ ગયું હતું. અત્યાર સુધીમાં ત્રણ પોલીસ કર્મીઓના મોત થયાની ખબર સામે આવી છે. પોલીસ મહાનિર્દેશકે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરજ પર હતા ત્યારે વિજય કુમારની તબિયત અચાનક બગડી હતી.

પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરે શોક પ્રગત કર્યો

ઉલ્લેખનીય છે કે, સબ ઈન્સ્પેક્ટર વિજય કુમારને સત્વરે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં.આ ઘટના પર હરિયાણા પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરે શોક પ્રગત કરતા કહ્યું કે, આ ઘટનાને લઈને હરિયાણા પોલીસ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર સાથે છે. મળતી વિગતો પ્રમાણે સબ-ઇન્સ્પેક્ટર વિજય કુમાર 40 વર્ષના હતા અને હરિયાણામાં નૂહ ચોકી પર તૈનાત હતા. વિજય કુમારના અંતિમ સંસ્કાર રોહતકમાં થયા હતા. તમને જણાવી દઈએ કે વિજય કુમાર પહેલા બે પોલીસકર્મીઓના મોત થયા હતા.

આંદોલન દરમિયાન ખનૌરી બોર્ડર પર પ્રદર્શનકારીનું મોત

આ સાથે અન્ય પોલીસકર્મીઓની વાત કરવામાં આવે તો, 16 ફેબ્રુઆરીએ તૈનાત જીઆરપી સબ-ઇન્સ્પેક્ટર હીરાલાલની તબિયત પણ અચાનક બગડી હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. આ પછી 20 ફેબ્રુઆરીએ અંબાલાની શંભુ બોર્ડર પર ખરાબ તબિયતના કારણે ESI કૌશલ કુમારનું પણ અચાનક અવસાન થયું. તમને જણાવી દઈએ કે ખેડૂતોએ દિલ્હી કૂચનો કાર્યક્રમ બે દિવસ માટે સ્થગિત કરી દીધો છે. જો કે 22મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા પછી હાઇવે બ્લોક કરી દેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 21 ફેબ્રુઆરીએ ખેડૂતોના આંદોલન દરમિયાન ખનૌરી બોર્ડર પર એક પ્રદર્શનકારીનું મોત થયું હતું.

આ પણ વાંચો: Mumbai ના કલ્યાણ રેલવે સ્ટેશન પાસે 1-2 નહીં પરંતુ 54 ડિટોનેટર મળ્યા, શું હતું કાવતરું?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
farmerFarmer ProtestFarmer Protest LIVE UpdatesFarmer Protest Updatenational newsVimal Prajapati
Next Article