દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર, GRAP-4 લાગુ કરાયું, જાણો શું બદલાશે
- દિલ્હીમાં ફરી હવાની ગુણવત્તા ગગડી
- સરકારે ગંભીર પ્લસ હવાની ગુણવત્તા સામે કડક નિયમો લાદ્યા
- ઓફિસોમાં હાઇબ્રિડ મોડમાં કામ કરવું પડશે
Delhi To Implement Rule Of GARP - 4 : દિલ્હીની હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં GRAP-IV લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હીની હવાની ગુણવત્તાની 450 સાથે 'ગંભીર ' સ્તરની નજીક પહોંચી ગઈ છે. CQAM દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, દિલ્હીનો AQI, જે આજે સાંજે 4 વાગ્યે 431 નોંધાયો હતો, તેમાં વધારો જોવા મળ્યો હતો. જે સાંજે 6 વાગ્યે 446 પર પહોંચી ગયો હતો.
ગુણવત્તા ગગડતા નિર્ણય લેવાયો
CQAM દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, "પ્રદેશમાં હવા ગુણવત્તાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, અને હવા ગુણવત્તામાં વધુ બગાડ અટકાવવાના પ્રયાસરૂપે, CQAM ની GRAP પેટા-સમિતિએ સમગ્ર NCRમાં હાલના GRAP ના તબક્કા IV 'ગંભીર ' હવા ગુણવત્તા હેઠળ સૂચિત તમામ પગલાં તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ NCRમાં પહેલાથી જ અમલમાં રહેલા હાલના GRAP ના તબક્કા I, II અને III હેઠળ લેવામાં આવેલા પગલાં ઉપરાંતના છે."
દિલ્હીમાં AQI શું હતું ?
વધુમાં, આદેશમાં જણાવાયું છે કે, NCR પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય સંબંધિત એજન્સીઓને પ્રદેશમાં હવા ગુણવત્તામાં વધુ બગાડ અટકાવવા માટે નિવારક પગલાં વધુ તીવ્ર બનાવવા માટે કહેવામાં આવ્યું છે. એ નોંધવું જોઈએ કે, સાંજે 7 વાગ્યા સુધીમાં, આનંદ વિહારમાં AQI 488, અશોક વિહારમાં 434, બાવાનામાં 496, બુરાડીમાં 457, ચાંદની ચોકમાં 479, IGI એરપોર્ટ પર 394 અને ઓખલા ફેઝ 2 માં 445 હતો.
આ નિયમો કડકાઇપૂર્વક લાગુ કરાશે
- દિલ્હી-NCR માં તમામ પ્રકારના ટ્રકોની અવરજવર પર પ્રતિબંધ
- દિલ્હી-NCR માં ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા ટ્રકોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે
- વિકાસ કાર્ય સહિત તમામ બાંધકામ અને તેને તોડી પાડવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે
- શાળાઓએ બધા વર્ગો હાઇબ્રિડ મોડ (ઓનલાઇન અને ઑફલાઇન) માં ચલાવવા પડશે
- માત્ર 50 ટકા સરકારી કર્મચારીઓને કામ પર આવવાની મંજૂરી આપવામાં આવશે, બાકીના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો ------- UP ના બાહુબલી નેતા રાજા ભૈયા વિરૂદ્ધ કોર્ટે નોટીસ ઇશ્યુ કરી, જાણો શું છે મામલો