ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હીમાં પ્રદૂષણ પર 'કૃત્રિમ વરસાદ'નો પ્રયોગ નિષ્ફળ! 14 ફ્લેયર્સ શા માટે કામ ન કર્યા?

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે IIT કાનપુરની ટીમે કરેલો કૃત્રિમ વરસાદનો પ્રયોગ નિષ્ફળ રહ્યો છે. IIT ડાયરેક્ટર મણીન્દ્ર અગ્રવાલના મતે, બે ફ્લાઇટમાં 14 ફ્લેયર્સ છોડવા છતાં વરસાદ ન થયો. નિષ્ફળતાનું મુખ્ય કારણ વાતાવરણમાં ભેજ (નમી)નું અત્યંત ઓછું પ્રમાણ (10-15%) હોવાનું જણાવાયું છે, જે ક્લાઉડ સીડિંગ માટે પૂરતું નહોતું.
11:31 AM Oct 29, 2025 IST | Mihirr Solanki
દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે IIT કાનપુરની ટીમે કરેલો કૃત્રિમ વરસાદનો પ્રયોગ નિષ્ફળ રહ્યો છે. IIT ડાયરેક્ટર મણીન્દ્ર અગ્રવાલના મતે, બે ફ્લાઇટમાં 14 ફ્લેયર્સ છોડવા છતાં વરસાદ ન થયો. નિષ્ફળતાનું મુખ્ય કારણ વાતાવરણમાં ભેજ (નમી)નું અત્યંત ઓછું પ્રમાણ (10-15%) હોવાનું જણાવાયું છે, જે ક્લાઉડ સીડિંગ માટે પૂરતું નહોતું.
Artificial Rain Delhi Trial

Artificial Rain Delhi Trial : શું દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે કરવામાં આવેલો કૃત્રિમ વરસાદનો પ્રયોગ (Artificial Rain Delhi Trial) સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે? તાજેતરમાં રાજધાનીની અંદર હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગ (Cloud Seeding Failed) દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અપેક્ષા મુજબનું પરિણામ જોવા મળ્યું નથી. આ સંદર્ભે IIT કાનપુરના ડાયરેક્ટર મણીન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, આ પરીક્ષણ સંપૂર્ણપણે સફળ નથી થયું, કારણ કે એરક્રાફ્ટ દ્વારા છોડવામાં આવેલા ફ્લેયર્સના કારણે વરસાદ થઈ શક્યો નહીં.

ક્લાઉડ સીડિંગ નિષ્ફળ – Cloud Seeding Failed

મણીન્દ્ર અગ્રવાલે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ માટે કુલ બે ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું – એક બપોરના સમયે અને બીજી સાંજે. આ દરમિયાન વિમાન દ્વારા કુલ 14 ફ્લેયર્સ છોડવામાં આવ્યા હતા. ફ્લેયર્સ છોડ્યા બાદ એરક્રાફ્ટ મેરઠ પરત ફર્યું હતું, પરંતુ વરસાદ પડ્યો નથી. આ જ કારણ છે કે આ પ્રદૂષણ ઘટાડવાનો પ્રયોગ (Pollution Control Delhi) સંપૂર્ણપણે સફળ ગણી શકાય નહીં.

કયા રસાયણોનો ઉપયોગ થયો હતો? – Cloud Seeding Chemicals

રાજધાનીમાં આ પરીક્ષણ માટે સેસના એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વરસાદ લાવવાના આ પ્રયોગમાં નમક (મીઠું) અને સિલ્વર આયોડાઇડના ફ્લેયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, આ પહેલો પ્રસંગ નથી, આ પહેલા પણ ગત સપ્તાહે બુરાડી વિસ્તાર ઉપર આવો જ એક પ્રયોગ કરવામાં આવ્યો હતો.

દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ માહિતી આપી કે મંગળવારે ક્લાઉડ સીડિંગના બે પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાં રાજધાનીના બહારના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. આ સાથે દિલ્હીમાં આ કુલ મળીને ત્રીજો ક્લાઉડ સીડિંગ ટ્રાયલ હતો.

કવર કરાયેલા વિસ્તારો: આ પરીક્ષણોમાં બહારના દિલ્હીના વિસ્તારો, જેમાં ખેકડા, બુરાડી, ઉત્તરી કરોલ બાગ અને મયૂર વિહાર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, તેને આવરી લેવાયા હતા. આ પ્રક્રિયા દરમિયાન દરેકનું વજન 2 થી 2.5 કિલોગ્રામ વચ્ચે હતું તેવા આઠ ફ્લેયર્સનો ઉપયોગ થયો હતો.

વરસાદ ન થવાનું મુખ્ય કારણ – Lack of Moisture

ક્લાઉડ સીડિંગ પરીક્ષણો અંગે દિલ્હી સરકારના એક રિપોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે IMD દ્વારા અનુમાનિત ભેજનું પ્રમાણ ઘણું ઓછું હતું, લગભગ 10-15 ટકા, જે ક્લાઉડ સીડિંગ માટે આદર્શ માનવામાં આવતું નથી.

IIT કાનપુરના ડાયરેક્ટર મણીન્દ્ર અગ્રવાલે પણ આ જ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, રાજધાનીમાં સારા વાદળો (Cloud Seeding India) તો છવાયેલા હતા, પરંતુ વરસાદ લાવવા માટે વાતાવરણમાં ભેજ (નમી)નું પ્રમાણ પૂરતું નહોતું. ભેજની આ કમીના કારણે ફ્લેયર્સ છોડવા છતાં વરસાદ લાવી શકાયો નથી.

પ્રદૂષણ ઘટાડવાનો પ્રયોગ – Pollution Control Delhi

આ નિષ્ફળતા છતાં, સરકાર દ્વારા પ્રદૂષણ સામે લડવા માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવશે. ક્લાઉડ સીડિંગ એ પ્રદૂષણ નિયંત્રણ માટેનો એક વૈકલ્પિક પ્રયોગ છે, જેનું સફળ થવું દિલ્હીના લોકોને સ્વચ્છ હવા આપવામાં મદદરૂપ થઈ શકત.

આ પણ વાંચો : PM Kisan : 21 માં હપ્તાને લઇને ઉત્સુકતા, SMS મળતા પહેલા આટલું ચકાસો

Tags :
Artificial Rain Delhi TrialCloud Seeding FailedCloud Seeding IndiaDelhi air qualityDelhi PollutionIIT Kanpur DirectorLack of MoistureManjinder Singh SirsaPollution ControlSilver Iodide
Next Article