ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આવતા અઠવાડિયે જાહેર થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો, જાણો ક્યારે થઈ શકે છે મતદાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં તારીખોની જાહેરાત કરી શકે છે. 12 થી 14 ફેબ્રુઆરી વચ્ચે મતદાન થવાની ધારણા છે.
07:59 PM Jan 02, 2025 IST | MIHIR PARMAR
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં તારીખોની જાહેરાત કરી શકે છે. 12 થી 14 ફેબ્રુઆરી વચ્ચે મતદાન થવાની ધારણા છે.
delhi election

Delhi Assembly Elections : દિલ્હી વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં તારીખોની જાહેરાત કરી શકે છે. 12 થી 14 ફેબ્રુઆરી વચ્ચે મતદાન થવાની ધારણા છે અને 17 ફેબ્રુઆરી સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે. આ પ્રક્રિયા મુખ્ય ચૂંટણી કમિશનરના કાર્યકાળના અંત પહેલા પૂર્ણ કરવામાં આવશે, જેનાથી નવી વિધાનસભાની રચના કરી શકાય.

12 થી 14 ફેબ્રુઆરી વચ્ચે મતદાન થઈ શકે છે

દિલ્હી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી સપ્તાહની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ સોમવારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, 12 થી 14 ફેબ્રુઆરી વચ્ચે મતદાન થવાની ધારણા છે અને 17 ફેબ્રુઆરી સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે.

મુખ્ય ચૂંટણી કમિશનર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે

મુખ્ય ચૂંટણી કમિશનર તેમના કાર્યકાળના સાડા ત્રણ વર્ષ બાદ 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. તે પહેલાં, નવી વિધાનસભાની રચના કરવી જરૂરી છે. એટલે કે 23 ફેબ્રુઆરી પહેલા ચૂંટણી પંચ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી લેફ્ટનન્ટ ગવર્નરને સોંપશે. વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ 23 ફેબ્રુઆરીના રોજ અથવા તે પહેલા થશે.

6 જાન્યુઆરી સુધીમાં મતદાર યાદી જાહેર કરવામાં આવશે

ચૂંટણી પંચના સૂત્રોએ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને 6 જાન્યુઆરી સુધીમાં મતદાર યાદી જાહેર કરવાની સૂચના આપી હતી. સીઈઓ કચેરીના સૂત્રો કહે છે કે, મતદાર યાદીની સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, નવા મતદારો ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયાના દસ દિવસ સુધી મતદાર યાદીમાં તેમના નામ નોંધાવી શકશે. મતદાર યાદી વિવાદ અંગેની પોતાની સ્પષ્ટતામાં દિલ્હી વિભાગે કહ્યું હતું કે, અંતિમ મતદાર યાદી 6 જાન્યુઆરી સુધીમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :  આધુનિક ભારતમાં શિક્ષણ સ્તરે વિદ્યાર્થીઓમાં વધ્યો ટ્રોપઆઉટ રેશ્યો, જુઓ

મતદાર યાદીમાંથી મતદારોના નામ ઉમેરવા અને કાઢવા બાબતે સંઘર્ષ

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજધાનીમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી અને બીજેપી બંને એકબીજા પર મતદારોના નામ કાઢી નાખવાનો આરોપ લગાવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગયા મહિને એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, તેમના મતવિસ્તારમાં પણ 5000 નામ હટાવવા અને 7500 નામ ઉમેરવા માટે અરજીઓ આપવામાં આવી છે. તેમાં ઘણા હાઈ-પ્રોફાઈલ નામો પણ છે. તેમનું કહેવું છે કે, આનાથી તેમના મતવિસ્તારમાં 12 ટકા મતો બદલાશે. ભાજપે પણ આના પર પલટલાર કર્યો હતો.

દિલ્હી બીજેપી અધ્યક્ષે લગાવ્યો આરોપ

દિલ્હી બીજેપીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ગુરુવારે આરોપ લગાવ્યો કે, મતદાર યાદીમાંથી નામ હટાવવા પાછળ આમ આદમી પાર્ટીનું ષડયંત્ર છે. એટલે કે, આમ આદમી પાર્ટીએ મતદાર યાદીમાંથી ઘણા હાઈ-પ્રોફાઈલ નામો સાથે સામાન્ય મતદારોના નામો હટાવવાનું કાવતરું ઘડ્યું હતું, જેથી ભાજપ પર આરોપો લગાવી શકાય.

આ પણ વાંચો :  દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીની દિલ્હીવાસીઓને ભેટ, 45,000 કરોડની વિકાસ યોજનાઓનું કરશે શિલાન્યાસ

Tags :
ANNOUNCEannouncementChief Election CommissionerCountdowndatesDelhi Assembly ElectionsElection CommissionGujarat FirstmondayPress ConferenceresultsSourcesVoting
Next Article