Delhi Assembly Election 2025: રાષ્ટ્રપતિ મુર્મૂ-રાહુલ ગાંધી સહિત આ દિગ્ગજોએ કર્યુ મતદાન
- દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર મતદાન
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મતદાન કર્યુ
- કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કર્યું મતદાન
Delhi Assembly Election :દિલ્હીની 70 વિધાનસભા (Delhi Assembly Election)બેઠકો પર આજેથી મતદાન શરૂ થઈ ગયું છે. વરિષ્ઠ નેતાઓ સહિત સામાન્ય લોકોએ સવારે 7 વાગ્યાથી જ મતદાન કરવાનું શરૂ કરી દીધું છે. આ ચૂંટણીમાં 1.56 કરોડ મતદારો 699 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની હરીફાઈમાં કોણ જીતે છે તેનો નિર્ણય આજે મતપેટીમાં બંધ થશે.
13,766 મતદાન મથકો પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે ભાજપ 25 વર્ષથી વધુ સમયથી સત્તાથી દૂર છે અને જીતવા માટે સખત પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસ ગુમાવેલ મેદાન ફરી પાછું મેળવવા પ્રયાસ કરી રહી છે. છેલ્લી બે ચૂંટણીમાં પાર્ટી એક પણ સીટ જીતવામાં સફળ રહી નથી. ચાલો જોઈએ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કયા દિગ્ગજોએ મતદાન કર્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મતદાન કર્યુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલય, રાષ્ટ્રપતિ એસ્ટેટ ખાતે પોતાનો મત આપ્યો.
Delhi: President Droupadi Murmu shows her inked finger after voting for #DelhiElection2025, at Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate. pic.twitter.com/6sjkIaXtZR
— ANI (@ANI) February 5, 2025
આ પણ વાંચો-LIVE: PM મોદીએ મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા હાથમાં રાખી લગાવી પવિત્ર ડુબકી,
રાહુલ ગાંધીએ મતદાન કર્યુ
લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ નિર્માણ ભવન ખાતે પોતાનો મત આપ્યો.
"Who committed the biggest scam in Delhi?": Rahul Gandhi takes swipe at AAP as polls underway
Read @ANI Story | https://t.co/gPtgeooBO4#Rahulgandhi #Delhielection #delhi #voting pic.twitter.com/8m6BV0Oeq2
— ANI Digital (@ani_digital) February 5, 2025
આ પણ વાંચો-Delhi Assembly Election:દિલ્હીવાળાને PM મોદી,અમિત શાહે મતદાન કરવાની કરી અપીલ
મનીષ સિસોદિયાએ પોતાનો મત આપ્યો
AAP નેતા અને જંગપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ઉમેદવાર મનીષ સિસોદિયા અને તેમની પત્ની સીમા સિસોદિયાએ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં લેડી ઇરવિન સિનિયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કર્યું.
#WATCH | #DelhiElection2025 | On allegations levelled by the BJP, AAP leader and MLA candidate from Jangpura constituency, Manish Sisodia says, "BJP has no work to do. What else will they do?"
He further says, "Shiksha ki kranti jeetegi." pic.twitter.com/WsqxKPoeA3
— ANI (@ANI) February 5, 2025
આ પણ વાંચો-
કોંગ્રેસના નેતા અજય માકને પોતાનો મત આપ્યો.
હરદીપ પુરીએ પોતાનો મત આપ્યો, જયશંકર પ્રસાદે પોતાનો મત આપ્યો, અરવિંદર સિંહ લવલીએ પોતાનો મત આપ્યો. ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીએ પોતાનો મત આપ્યો. બીજેપી સાંસદ બાંસુરી સ્વરાજે મતદાન કર્યું. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ન્યૂ મોતી બાગમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. આર્મી સ્ટાફે પોતાનો મત આપ્યો આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેમની પત્ની સુનીતા દ્વિવેદીએ નવી દિલ્હીમાં મતદાન કર્યું. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પોતાનો મત આપ્યો. બીજેપી નેતા કૌસર જહાંએ પોતાનો મત આપ્યો