Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Delhi Blast Case: 4 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, થઈ શકે છે મોટા ખુલાસા!

Delhi Blast Case: પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસના 4 આરોપી ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનને 10 દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલ્યા છે. 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં આશરે 15 લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે હવે આ કૃત્યને અંજામ આપનારા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 
delhi blast case  4 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર  થઈ શકે છે મોટા ખુલાસા
Advertisement
  • દિલ્હી વિસ્ફોટ કેસના વધુ 4 આરોપી સામે ગાળિયો કસાયો
  • ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન, મૌલવી ઇરફાનના 10 દિવસના રિમાન્ડ
  •  NIA કરશે પૂછપરછ, થઈ શકે છે મોટા ખુલાસા

Delhi Blast Case:દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા વિસ્ફોટ(Delhi Blast)ની તપાસમાં NIAએ મોટી કાર્યવાહી કરી છે, જેમાં વધુ 4  આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 6 થઈ ગઈ છે. NIA એ શ્રીનગરમાંથી આ ચારેયની ધરપકડ કરી હતી, જ્યાં તેમને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ(Patiala House Court)માંથી પ્રોડક્શન વોરંટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટે ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનનના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરી NIAની કસ્ટડીમાં મોકલી દીધા છે.

વિસ્ફોટમાં નિર્દોષ લોકોના જીવ ગયા

NIA તપાસ બહાર આવ્યું છે કે આ બધા આરોપીઓએ હુમલાનું આયોજન અને અમલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વિસ્ફોટમાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અમીર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. રાશિદ અલી વિસ્ફોટમાં વપરાયેલી કારનો માલિક હતો.

Advertisement

Advertisement

ટેકનિકલ સપોર્ટ આપનાર દાનિશની પૂછપરછ

હુમલાખોરને ટેકનિકલ સપોર્ટ આપનાર દાનિશની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી સમગ્ર કાવતરું અને મોડ્યુલના નેટવર્કનો પર્દાફાશ થાય. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા NIAને આ તપાસ સોંપવામાં આવી છે. એજન્સી દેશભરના વિવિધ રાજ્યોમાં પોલીસ સાથે મળીને આ આતંકવાદી મોડ્યુલના દરેક સભ્ય સુધી પહોંચવા માટે કામ કરી રહી છે.

દિલ્હીના રેડ ફોર્ટ (લાલ કિલ્લા) પાસે 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા કાર બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા. જ્યારે  20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની સઘન તપાસ ચાલી રહી છે અને તેને આતંકવાદી હુમલા તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ‘Kashmir Times’ Office SIA Raid: કાશ્મીર ટાઈમ્સ’ની ઓફિસમાં દરોડો, AK-47 કારતૂસ મળ્યા

Tags :
Advertisement

.

×