અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, સરકારી બંગલાના રિનોવેશનનું ઓડિટ થશે
દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેજરીવાલના બંગલા પર થયેલા રિનોવેશન ખર્ચને લઈને સ્પેશિયલ CAG ઓડિટનો આદેશ આપ્યો છે. તે પહેલા LG તરફથી આ મુદ્દે ભલામણ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટમાં મુખ્યમંત્રીના બંગલા પર કરોડો રૂપિયા રિનોવેશન ખર્ચ કરવાની વાત કરવામાં આવી હતી.
વહીવટી નાણાંકિય અનિયમિતતાઓનું ઓડિટ થશે
CAG દિલ્હીના 6, ફ્લેગ સ્ટાફ રોડ સિવિલ લાઈન્સ સ્થિત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં વહીવટી અને નાણાંકિય અનિયમિતતાઓનું વિશેષ ઓડિટ કરશે. આ પગલું કેન્દ્ર દ્વારા આ સંબંધમા CAG ને કરવામાં આવેલા અનુરોધ બાદ ઉઠાવાયું છે.
LG ની ભલામણ
LG ની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી CAG ઓડિટ કરાવવાનો નિર્ણય થયો છે. આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસ સ્થાને ખર્ચને લઈને સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું. LG સચિવાલયની 24 મે 2023 ની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે આ એક્શન લીધું છે. 24 મેએ LG ઓફિસે કેજરીવાલના સરકારી બંગલામાં રિનોવેશનના ખર્ચા સાથે જોડાયેલા કેસોને લઈને CAG દ્વારા વિશેષ ઓડિટની ભલામણ કરી હતી. જેમા મુખ્યમંત્રીના નામ પર સત્તાવાર આવાસના રિનોવેશનમાં નાણાંકિય અનિયમિતતાઓની વાત કરી હતી.
દિલ્હી ભાજપના આક્ષેપ
રિપોર્ટ અનુસાર કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં લગાવાયેલા કુલ પડદા પાછળ કુલ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. કુલ 23 પડદાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. દિલ્હી ભાજપે આ અંગે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર લગાવાયેલા માર્બલ વિયેતનામથી મંગાવવામાં આવ્યું હતું. આ ડિયોર પર્લ માર્બલની કિંમત એક કરોડ 15 લાખ રૂપિયા બતાવાઈ હતી. કેજરીવાલના બંગલાના રિનોવેશન પાછળ 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની વાત કહેવામાં આવી હતી.
આ પણ વાંચો : ભોપાલથી વડાપ્રધાન મોદીએ 2024નો એજન્ડા સેટ કર્યો, જાણો ભાષણના મુખ્ય અંશો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.