Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhiના CM ને મળી જાનથી મારી નાખવાની ધમકી, અહીંથી આવ્યો કોલ

Delhiના CM ને જાનથી મારી નાખવાની મળી ધમકી આરોપીએ ગાઝિયાબાદથી ફોન કર્યો દિલ્હી પોલીસે તેની જાણકારી આપી Delhi: રાજધાની દિલ્હી(Delhi)થી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને (CM Rekha Gupta)જાનથી મારી નાખવાની ધમકી...
delhiના cm ને મળી જાનથી મારી નાખવાની ધમકી  અહીંથી આવ્યો કોલ
Advertisement
  • Delhiના CM ને જાનથી મારી નાખવાની મળી ધમકી
  • આરોપીએ ગાઝિયાબાદથી ફોન કર્યો
  • દિલ્હી પોલીસે તેની જાણકારી આપી

Delhi: રાજધાની દિલ્હી(Delhi)થી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને (CM Rekha Gupta)જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આરોપીએ પોલીસ કન્ટ્રોલ રુમમાં ફોન કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે જણાવ્યું હતુ કે મોડી રાત્રે ગાઝિયાબાદ પોલીસને PCR પર ફોન ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીનો મોડી રાત્રે 11 વાગ્યે કોલ આવ્યો હતો. જેના પછી ગાઝિયાબાદ પોલીસે દિલ્હી પોલીસે (Delhi police)તેની જાણકારી આપી છે. હાલ આરોપીનો ફોન બંધ છે. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

ગાઝિયાબાદ પોલીસે દિલ્હી પોલીસને માહિતી આપી

ખરેખર ગઈકાલે રાત્રે ગાઝિયાબાદ (Ghaziabad Police)પોલીસના PCR પર એક વ્યક્તિએ ફોન કર્યો હતો. ફોન કરનારે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી, ગાઝિયાબાદ પોલીસે મોડી રાત્રે ઉત્તર પશ્ચિમ જિલ્લા પોલીસને આ અંગે જાણ કરી. આ ઘટના બાદ, પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો. પોલીસે ફરીથી ફોન કરનારને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે નંબર હાલમાં બંધ છે. તે જ સમયે, આ મામલે કાર્યવાહી કરીને, ગાઝિયાબાદ અને દિલ્હી પોલીસ હાલમાં આરોપીઓને શોધી રહી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો -Jammu Kashmir: જે અંગ્રેજો કરી ન શક્યા તે...ઉમર અબ્દુલ્લાએ PMની કરી પ્રશંસા

સતત ધમકીઓ

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા મહિનાઓથી, વિવિધ કેસોમાં ધમકીઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. અગાઉ, ભારતમાં ઘણી પેસેન્જર ફ્લાઇટ્સને ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. વર્ષ 2024 માં સૌથી વધુ નકલી ધમકીઓ મળી છે. એક સત્તાવાર અહેવાલ મુજબ, દેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દ્વારા મળેલી નકલી બોમ્બ ધમકીઓમાં છેલ્લા છ વર્ષમાં રેકોર્ડ 300 ગણો વધારો થયો છે. મોટાભાગની નકલી ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' દ્વારા મોકલવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, ભારતીય ફ્લાઇટ્સને ગયા વર્ષે કુલ 1,019 નકલી બોમ્બ ધમકીઓ મળી હતી, જ્યારે 2018 થી 2023 વચ્ચે આવી 330 ધમકીઓ મળી હતી.

Tags :
Advertisement

.

×