ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi CM Rekha Gupta: કોણ છે રેખા ગુપ્તા?, જાણો તેમની રાજકીય સફર

રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યપ્રધાન બન્યા દિલ્હીના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે રેખા ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું Delhi CM Rekha Gupta: રેખા ગુપ્તા દિલ્હીના નવા (Rekha Gupta)મુખ્યપ્રધાન બન્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં...
08:51 PM Feb 19, 2025 IST | Hiren Dave
રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યપ્રધાન બન્યા દિલ્હીના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે રેખા ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું Delhi CM Rekha Gupta: રેખા ગુપ્તા દિલ્હીના નવા (Rekha Gupta)મુખ્યપ્રધાન બન્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં...
Rekha Gupta First Reaction

Delhi CM Rekha Gupta: રેખા ગુપ્તા દિલ્હીના નવા (Rekha Gupta)મુખ્યપ્રધાન બન્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી છે. ગુરુવારે રામલીલા મેદાનમાં યોજાનાર સમારોહમાં તેઓ દિલ્હીના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે. તેણી દિલ્હીના શાલીમાર બાગ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમનો જન્મ 19 જુલાઈ 1974ના રોજ હરિયાણાના જુલાનામાં થયો હતો. રેખા ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યારબાદ મેનેજમેન્ટ અને આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે.

કેવી રીતે રાજકીય કારકિર્દીની થઈ શરૂઆત?

રેખા ગુપ્તાએ 1993માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1997-97માં તે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા છે. તેઓ 2007 અને 2012માં ઉત્તર પિતામપુરા (વોર્ડ 54)થી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પછી 2022માં તેણીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયર પદ માટે ભાજપના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા.

આ પણ  વાંચો -Delhi New CM : રેખા ગુપ્તા બન્યાં દિલ્હીના નવા મુખ્યમંત્રી, ભાજપે વધુ એક વાર ચોંકાવ્યાં

દિલ્હી વિધાનસભા ચૂંટણી-2025માં તે શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારને 29,595 મતોથી હરાવ્યા હતા. રેખા ગુપ્તાએ પોતાની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતાને આપ્યો. તેમણે કહ્યું કે, દિલ્હીના લોકો વિકાસની અપેક્ષા રાખે છે.

આ પણ  વાંચો -MUDA સ્કેમમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને ક્લિન ચીટ, લોકાયુક્તે આપી મોટી રાહત

રેખા ગુપ્તાની સિદ્ધિઓ

રેખા ગુપ્તાએ તેમની રાજકીય સફરમાં મહિલા કલ્યાણ, શિક્ષણ સુધારણા અને સમુદાય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે તેમના વિસ્તારમાં સ્વિમિંગ પૂલ, જીમ, લાઇબ્રેરી અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ પૂરી પાડી છે. આ ઉપરાંત, તેમણે મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય તપાસ કેમ્પ શરૂ કર્યા. સ્ત્રી ભ્રૂણ હત્યા અને બાળ મજૂરી સામે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે.

Tags :
delhi bjp delhi cm nameDelhi Chief MinisterDelhi CMDelhi New CMREKHA GUPTA delhi cmwho is REKHA GUPTA
Next Article