કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે દિલ્હીમાં AI Impact Summit ની મુલાકાત લીધી
નવી દિલ્હીના ભારત મંડપમમાં ટેકનોલોજીનો મહાકુંભ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત એઆઈ ક્ષેત્રે કઈ રીતે દુનિયા પર પ્રભુત્વ જમાવી રહ્યું છે અને તે સામાન્ય નાગરિકના જીવનમાં કેવા ક્રાંતિકારી ફેરફારો લાવશે તે જાણવું દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ભારતની આ તકનીકી તાકાત જોઈ દુનિયા પણ દંગ રહી ગઈ છે.
Advertisement
- AI Impact Summit India : ભારત બનશે વિશ્વની નવી ટેક શક્તિ!
- વડાપ્રધાન મોદીના વિઝન સાથે દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન
- કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અત્યાધુનિક નવાચારોનું કર્યું નિરીક્ષણ
- ભારત હવે AI ક્ષેત્રે માત્ર સહભાગી નહીં પણ ગ્લોબલ લીડર બન્યું
- શિક્ષણ, ખેતી અને સ્વાસ્થ્યમાં ટેકનોલોજીથી આવશે મોટો બદલાવ
AI Impact Summit India : નવી દિલ્હી (New Delhi) ના પ્રતિષ્ઠિત ભારત મંડપમ (Bharat Mandapam) ખાતે આયોજિત 'AI ઇમ્પેક્ટ સમિટ' (AI Impact Summit) માં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે (C.R. Paatil) વિશેષ હાજરી આપી હતી. આ સમિટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ક્ષેત્રે ભારતની હરણફાળ અને ભવિષ્યના રોડમેપનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ અહીં વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સંશોધનોને નજીકથી નિહાળ્યા હતા.

