ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi flood news : યમુનાનું જળસ્તરમાં વધારો, રાહત કેમ્પોમાં પણ ભરાયા પાણી

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ હજુ પડકારજનક છે. જાણો લેટેસ્ટ વોટર લેવલ અને બચાવકાર્યની સ્થિતિ.
12:09 PM Sep 07, 2025 IST | Mihir Solanki
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ હજુ પડકારજનક છે. જાણો લેટેસ્ટ વોટર લેવલ અને બચાવકાર્યની સ્થિતિ.
Delhi flood news

Delhi flood news : દિલ્હીમાં યમુના નદીનું જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે રાજધાનીના લોકોમાં ચિંતા દેખાઈ રહી છે. રવિવારે સવારે 7 વાગ્યા સુધીમાં, યમુનાનું જળસ્તર 205.59 મીટર નોંધાયું હતું. જોકે આ સ્તર જોખમના નિશાનથી હજુ પણ ઉપર છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સ્થિતિ અત્યારે પણ પડકારજનક બની રહી છે. મયૂર વિહાર જેવા વિસ્તારોમાં રાહત કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં યમુના નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.

હથિની કુંડ બેરેજથી 51,857 ક્યુસેક, વઝીરાબાદ બેરેજથી 73,280 ક્યુસેક અને ઓખલા બેરેજથી 1,48,868 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીના ડિસ્ચાર્જમાં ઘટાડો અને જળસ્તરમાં ઘટાડો થવાથી પૂરનું જોખમ થોડું ઓછું થયું છે, પરંતુ સંકટ હજુ સંપૂર્ણ રીતે ટળ્યું નથી. મયૂર વિહાર વિસ્તારમાં પરિસ્થિતિ એવી છે કે હવે રાહત કેમ્પો સુધી પણ પાણી પહોંચી ગયું છે, જેના કારણે અહીં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત, મોનેસ્ટરી જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં લોકોને રાહત પહોંચાડવા માટે બોટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકાર્ય ચાલુ (Delhi flood news)

તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે યમુનાના જળસ્તરમાં ઘટાડો થયો હોવા છતાં, મુશ્કેલીઓ હજુ પણ યથાવત્ છે. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, ત્યાંથી લોકોને બહાર કાઢવા અને તેમને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનું કામ સતત ચાલુ છે. વહીવટીતંત્રે રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવ્યા છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સતર્ક રહેવા અપીલ કરી છે.

આગામી દિવસોમાં સ્થિતિ સમાન્ય થઈ શકે છે

નિષ્ણાતોનું માનવું છે કે જો જળસ્તર સતત ઘટતું રહેશે, તો આગામી થોડા દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ શકે છે. જોકે, હાલમાં જળસ્તર તે સ્તરે પહોંચ્યું નથી કે પૂરનું જોખમ સંપૂર્ણપણે સમાપ્ત માનવામાં આવે. હાલ દિલ્હીના લોકો પૂરની આ આફતનો સામનો કરી રહ્યા છે અને એવી આશા રાખી રહ્યા છે કે યમુના નદીનું જળસ્તર જલ્દી જ જોખમના સ્તરથી નીચે આવી જાય, જેથી જનજીવન પાટા પર આવી શકે.

આ પણ વાંચો :  Heavy Rain in Delhi : ખતરો હજું ટળ્યો નથી! પૂરના સંકટ વચ્ચે હજારો લોકોનું સ્થળાંતર

Tags :
delhi flood newsDelhi flood situationDelhi flood updateYamuna river DelhiYamuna water level today
Next Article