Delhi Flood : યમુના બ્રિજને બંધ કરી દેવાયો, 10000 લોકોનું સ્થળાંતરણ કરાયું
- Delhi Flood,
- યમુના નદીના પાણીનું સ્તર 206.83 મીટર સુધી પહોંચી ગયું છે
- Yamuna River ની ભયજનક સપાટી 205 મીટરના સ્તરે છે
- યમુના બ્રિજ આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યો છે
Delhi Flood : યમુના નદીએ તેની ભયજનક સપાટી 205 મીટર વટાવી દીધી છે. અત્યારે યમુના નદી (Yamuna River) ના પાણીનું સ્તર 206.83 સુધી પહોંચી ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને યમુના બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લીધે પૂર્વ દિલ્હીથી નવી દિલ્હી તરફ જતા વાહનોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અત્યારે વાહનોને ગાંધી નગરથી જીટી રોડ તરફ મોકલવામાં આવી રહ્યા છે. જૂના બ્રિજની આસપાસ યમુનાના વધતા પાણીના સ્તરને કારણે ત્યાં રેલવે બ્રિજ પર ટ્રેનોની ગતિ પણ ઓછી કરવામાં આવી છે.
Delhi Flood Gujarat First-03-09-2025--
Delhi Flood ને ધ્યાને રાખીને NDRF તૈનાત
હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે યમુનામાં પાણીનું સ્તર ભયના નિશાનથી ઉપર વહી રહ્યું છે. પૂરના ભયને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં NDRF તૈનાત કરવામાં આવ્યું છે. NDRF ના DIG મોહસીન શાહિદીએ મીડિયાને નિવેદન આપતા કહ્યું કે, યમુનાની આસપાસ વિવિધ સ્થળોએ ટીમો તૈનાત કરવામાં આવી છે. દર કલાકે પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Chhattisgarh : 45 વર્ષ જૂનો આ ડેમ અચાનક તૂટી પડતા ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ, 4ના મોત
10000 લોકોનું સ્થળાંતરણ કરાયું
પૂર્વ દિલ્હી જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે. ટૂંક સમયમાં પાણીનું સ્તર ઘટવાની અપેક્ષા છે. જેનાથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે. દિલ્હીવાસીએ ડરવાની જરૂર નથી. જો કે અત્યાર સુધીમાં સમગ્ર દિલ્હીમાંથી લગભગ 10000 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારની બહાર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દિલ્હીમાં ઘણી શાળાઓ બંધ છે અને કેટલીક શાળામાં ઓનલાઈન વર્ગો દ્વારા શિક્ષણકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં યમુનાનું પાણી નિગમબોધ ઘાટ, કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ નજીક ખાદર, ઉસ્માનપુર, બુરારી સુધી પહોંચી ગયું છે. મઠમાં લોકો પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે અને કોઈક રીતે પોતાનો સામાન બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે.
Delhi Flood Gujarat First-03-09-2025--
આ પણ વાંચોઃ Landslide in Himachal Pradesh : હિમાચલ પ્રદેશના મંડીમાં ભયાનક ભૂસ્ખલન, 5 લોકો દટાયા