દિલ્હી : ગુરુગ્રામ હાઇવે પર અકસ્માત, 3 યુવતીઓ સહિત 5નાં કરૂણ મોત
- દિલ્હી-જયપુર હાઈવે પર ઝાડસા ચોક પાસે અકસ્માતની ઘટના (Gurugram Thar Accident)
- થાર SUV ડિવાઈડર સાથે જોરદાર રીતે ટકરાઈ હતી
- ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોનાં નિપજ્યા મોત
- એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં
Gurugram Thar Accident : ગુરુગ્રામમાં શનિવાર, 27 સપ્ટેમ્બર, 2025 ની વહેલી સવારે દિલ્હી-જયપુર હાઇવે પર ઝાડસા ચોક નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. એક તેજ ગતિવાળી કાળા રંગની થાર (Thar) એસયુવી ડિવાઇડર સાથે જોરદાર રીતે ટકરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સવારે લગભગ 4:30 વાગ્યે બની હતી. UP81 CS 2319 નંબર પ્લેટ ધરાવતી આ થાર કારનો ડ્રાઇવર તેજ ઝડપને કારણે વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે કાર ડિવાઇડર સાથે ટકરાયા બાદ ઘણી વખત પલટી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો.
કારમાં 6 લોકો સવાર હતા
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સમયે આ કાર દિલ્હીથી ગુરુગ્રામ તરફ જઈ રહી હતી. કારમાં કુલ છ લોકો (ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓ) સવાર હતા.
- અકસ્માતમાં ચાર લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું (બે યુવકો અને બે યુવતીઓ).
- એક યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.
- એક યુવક ગંભીર રીતે ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ક્ષતિગ્રસ્ત વાહનને મુખ્ય માર્ગ પરથી દૂર કર્યું છે. પોલીસ હાલમાં મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે અને અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : લેહ હિંસા : એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ, જોધપુર જેલમાં લઈ જવાયા