ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હી લિવ-ઇન મર્ડર: પ્રાઇવેટ વીડિયો માટે પાર્ટનરની હત્યા, લાશ પર ઘી લગાવી સિલિન્ડર બ્લાસ્ટ

દિલ્હીના ગાંધી વિહારમાં લિવ-ઇન પાર્ટનર રામકેશ મીણાની હત્યાના કેસમાં ફોરેન્સિક સ્ટુડન્ટ અમૃતા ચૌહાણ અને તેના બે મિત્રોની ધરપકડ થઈ છે. રામકેશ વીડિયો ડિલીટ ન કરતા, અમૃતાએ તેનું ગળું દબાવી હત્યા કરી. ત્યારબાદ લાશ પર ઘી અને દારૂ નાખી, સિલિન્ડર બ્લાસ્ટ દ્વારા હત્યાને અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો. સીસીટીવી ફૂટેજે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો.
04:42 PM Oct 27, 2025 IST | Mihirr Solanki
દિલ્હીના ગાંધી વિહારમાં લિવ-ઇન પાર્ટનર રામકેશ મીણાની હત્યાના કેસમાં ફોરેન્સિક સ્ટુડન્ટ અમૃતા ચૌહાણ અને તેના બે મિત્રોની ધરપકડ થઈ છે. રામકેશ વીડિયો ડિલીટ ન કરતા, અમૃતાએ તેનું ગળું દબાવી હત્યા કરી. ત્યારબાદ લાશ પર ઘી અને દારૂ નાખી, સિલિન્ડર બ્લાસ્ટ દ્વારા હત્યાને અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો. સીસીટીવી ફૂટેજે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો.
Delhi Live-in Murder

Delhi Live in Murder : પતિની હત્યા કરીને મૃતદેહને ડ્રમમાં છુપાવી દેનારી મુસ્કાન કે હનીમૂન પર પતિનો જીવ લેનાર સોનમ રઘુવંશીની ક્રૂરતાની ગાથા તો તમે સાંભળી જ હશે. હવે દિલ્હીમાં અમૃતા (Amrita Chouhan) નામની યુવતીએ તેના લિવ-ઇન પાર્ટનરની હત્યામાં જે કાવતરું રચ્યું તે વધુ ચોંકાવનારું છે.

થોડા દિવસો પહેલાં દિલ્હીના ગાંધી વિહાર વિસ્તારમાં સિવિલ સર્વિસીસની તૈયારી કરતા 32 વર્ષીય યુવક રામકેશ મીણા (Ramkesh Meena)ની સળગેલા ફ્લેટમાંથી લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસને લાગ્યું કે એસીમાં બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી અને LPG સિલિન્ડરમાં ધમાકો (LPG Cylinder Blast) થયો. પરંતુ તપાસમાં જે ખુલાસા થયા, તેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી.

મીણાની લાશ મળ્યાના ઘણા દિવસો પછી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી તેની 21 વર્ષીય લિવ-ઇન પાર્ટનર અમૃતા ચૌહાણ છે, જેણે ફોરેન્સિક સાયન્સમાં બીએસસી (Forensic Science Graduate) કર્યું છે. અમૃતાના પૂર્વ પ્રેમી સુમિત કશ્યપ (27) અને તેના મિત્ર સંદીપ કુમાર (29)ની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય ઉત્તર પ્રદેશના મુરાદાબાદના રહેવાસી છે.

 પ્રાઇવેટ વીડિયો બનતાં અમૃતાનો ઈરાદો બદલાયો (Gandhi Vihar Murder Case)

પ્રાઇવેટ વીડિયો બનતાં અમૃતાનો ઈરાદો બદલાયો. અમૃતા અને રામકેશ મીણા મે મહિનાથી લિવ-ઇન પાર્ટનર તરીકે ગાંધી વિહારમાં સાથે રહેતા હતા. થોડા મહિનાઓ પછી અમૃતાને જાણ થઈ કે રામકેશ મીણાએ તેની જાણ બહાર પ્રાઇવેટ વીડિયો (Private Videos) બનાવી લીધા છે. અમૃતાએ રામકેશને આ વીડિયો ડિલીટ કરવા કહ્યું, પરંતુ તે સંમત ન થયો. વારંવાર કહેવા છતાં રામકેશ ન માનતા, અમૃતાએ પોલીસ ફરિયાદ કરવાને બદલે એક ખૌફનાક કાવતરું (Murder Conspiracy) રચવાનું શરૂ કરી દીધું.

જૂના પ્રેમીને બનાવ્યો સાથી (Forensic Student Conspiracy)

અમૃતાએ પોતાના કાવતરામાં જૂના પ્રેમી સુમિત (Ex-Boyfriend Sumit)ને સાથ આપવા તૈયાર કર્યો. સુમિતે તેના નજીકના મિત્ર સંદીપને પણ મદદ માટે સાથે લીધો. ડીસીપી નોર્થ રાજા બાંઠિયા (DCP North Raja Banthia)ના જણાવ્યા અનુસાર, 5-6 ઑક્ટોબરની રાત્રે આ ત્રણેય મુરાદાબાદથી દિલ્હી પહોંચ્યા હતા.

 સીસીટીવી ફૂટેજે રહસ્ય ખોલ્યું (LPG Cylinder Blast Homicide)

મીણાની હત્યાના કાવતરા હેઠળ ત્રણેય ગાંધી વિહારની એક ઇમારતના ચોથા માળે પહોંચ્યા, જ્યાં રામકેશ IAS-IPS બનવાની તૈયારી કરતો હતો. ઘટનાની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ચકાસતાં જાણવા મળ્યું કે ધમાકાના થોડા સમય પહેલાં બે માસ્ક પહેરેલા યુવકો (Masked Men) અને તેમની પાછળ એક યુવતી ઇમારતમાં પ્રવેશ્યા હતા. સવારે 2:57 વાગ્યે પહેલા તે યુવતી અને પછી બંને યુવકો ઇમારતમાંથી બહાર નીકળતા પણ દેખાયા. તેના થોડા સમય પછી જ ત્યાં જોરદાર ધમાકા સાથે આગ લાગી હતી.

હત્યાને અકસ્માત દર્શાવવાનું કાવતરું (Delhi Murder Investigation)

ફોરેન્સિક તપાસમાં કેટલીક એવી વસ્તુઓ મળી આવી, જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ અકસ્માત નહીં પણ હત્યા (Murder Investigation) છે. પોલીસે જ્યારે મીણાના લિવ-ઇન પાર્ટનર અમૃતાની તપાસ શરૂ કરી અને તેના મોબાઈલ નંબરના કોલ ડિટેલ્સ રેકોર્ડ (CDR) તપાસ્યા, તો જાણવા મળ્યું કે ઘટના સમયે તે આસપાસ જ હતી.

લિવ-ઇન પાર્ટનર અમૃતાની ધરપકડ (Amrita Chauhan Arrest)

ડીસીપીના જણાવ્યા અનુસાર, અમૃતા અને સુમિતે પહેલા મીણાના ફ્લેટમાં પહોંચીને તેનું ગળું દબાવીને હત્યા (Strangulation and Murder) કરી દીધી. ત્યારબાદ તેમણે તેના મૃતદેહ પર ઘી, તેલ અને દારૂ (Ghee Oil Alcohol) નાખી દીધો, જેથી શરીર સંપૂર્ણ રીતે બળી જાય. ત્યારબાદ ગેસ સિલિન્ડરનો વાલ્વ ખોલીને તેઓ ઝડપથી ત્યાંથી નીકળી ગયા. રૂમમાં LPG ગેસ ભરતા જ જોરદાર ધમાકો થયો અને બધું સળગીને રાખ થઈ ગયું.

ત્રણેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો (Ramkesh Meena Murder Confession )

પોલીસે જણાવ્યું કે સુમિત LPG ડિસ્ટ્રીબ્યુટર (LPG Distributor) તરીકે કામ કરતો હતો અને તેણે જ સિલિન્ડરથી ધમાકાનું આયોજન કર્યું હતું. બહાર નીકળતા પહેલા ત્રણેયે દરવાજાના લોખંડના ગેટમાં રહેલા નાના છિદ્રમાંથી ગેટને અંદરથી બંધ (Door Locked from Inside) કરી દીધો હતો. ગેસ લીક કરતાં પહેલાં, તેમણે વીડિયોવાળી હાર્ડ ડિસ્ક (Hard Disk Stolen) અને લેપટોપ જેવા સામાનને નષ્ટ કરવા માટે સાથે લઈ લીધા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી હાર્ડ ડિસ્ક, ટ્રોલી બેગ, મીણાનો શર્ટ અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. અમૃતાની ધરપકડ 18 ઑક્ટોબરે કરવામાં આવી, જ્યારે સુમિતને 21 ઑક્ટોબર અને સંદીપને 23 ઑક્ટોબરે પકડવામાં આવ્યો. ત્રણેયે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.

આ પણ વાંચો : Anantnag : નરાધમ પિતાએ 15 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બનાવી; કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

Tags :
Amrita ChauhanCylinder Blast MurderDelhi murder caseDelhi police investigationForensic Science CrimeGandhi Vihar NewsLive-in relationship crimeMurder ConspiracyPrivate Video CrimeRamkesh Meena
Next Article