Delhi : દ્વારકામાં ફલેટના 6ઠ્ઠા માળે લાગી વિકરાળ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
- Delhi ના દ્વારકામાં એક ફ્લેટમાં લાગી વિકરાળ આગ
- આગ 6ઠ્ઠા માળે લાગી હોવાથી rescue operation મુશ્કેલ બન્યું
- જીવ બચાવવા 3 લોકો છત પરથી કુદી પડ્યા
Delhi : ભારતના વિવિધ રાજ્યોમાં આગ લાગવાના કિસ્સા સતત વધી રહ્યા છે. હવે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક ફ્લેટમાં વિકરાળ આગ લાગવા નો બનાવ બન્યો છે. આ આગ એટલી ભયંકર હતી કે બહાર નીકળવાના બધા જ રસ્તા અવરોધાઈ ગયા હતા. કોઈ રસ્તો ન બચતા પિતા અને 2 પુત્રોએ છત પરથી છલાંગ લગાવવાનો વારો આવ્યો હતો. ફાયર બ્રિગેડના અનેક જવાનો અને 8 ગાડીઓ ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે રાહત કામગીરી (rescue operation) કરી રહી છે.
યુદ્ધના ધોરણે ચાલી રહી છે બચાવ કામગીરી
દિલ્હીના દ્વારકામાં એક એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી હતી. ફ્લેટમાં આગ લાગવાની માહિતી મળ્યા બાદ, ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આગ (fire) એટલી ભયંકર હતી કે આખી ઈમારત આગની લપેટમાં આવી ગઈ હતી. આગ અકસ્માતને લીધે અફરાતફરી મચી ગઈ છે. ફાયર બ્રિગેડના જવાનો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Indore Couple Case : સોનમ રઘુવંશીની ચેટથી થયો ચોંકાવનારો ખુલાસો
અંદાજિત 3 લોકો હજૂ પણ આગમાં ફસાયાની આશંકા
સ્થાનિકો અનુસાર આગ જે ફ્લેટમાં લાગી છે તેમાં હજૂ પણ 2-3 લોકો ફસાયેલા હોઈ શકે છે. ફાયર બ્રિગેડના જવાનો આ લાપતા લોકોની ભાળ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ રેસ્ક્યૂ ઓપરેશન એક જટીલ ઓપરેશન બની રહ્યું છે. હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. આગનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટનું વાતાવરણ રચાઈ ગયું છે.
3 લોકો છત પરથી કુદી પડ્યા
દ્વારકાના એપાર્ટમેન્ટમાં 6ઠ્ઠા માળે લાગેલ વિકરાળ આગમાંથી બચવા માટે 3 લોકો છત પરથી કુદી પડ્યા હતા. આ ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગનું સ્વરુપ એટલું વિકરાળ હતું કે બહાર નીકળવાનો કોઈ રસ્તો જ બચ્યો નહતો. તેથી 2 પુત્રો અને તેમના પિતાએ છત પરથી સીધી છલાંગ લગાવી લેતા ચકચાર મચી ગઈ છે.
Three people from same family die as fire breaks out in seventh floor apartment in Delhi's Dwarka area: police. pic.twitter.com/liEhdEHbrT
— Press Trust of India (@PTI_News) June 10, 2025
આ પણ વાંચોઃ Rajasthan : પોલીસ અધિકારીએ મહિલા કોન્સ્ટેબલની પીઠ પર ઉગામ્યો હાથ! Video Viral