Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Delhi News : મુકુંદપુરમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાન ધરાશાયી, અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા

Delhi News : દિલ્હીના મુકુંદપુર (Mukundpur) વિસ્તારમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં શંકાસ્પદ એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ (LPG Cylinder Blast) ને કારણે એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી, જેનાથી આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
delhi news   મુકુંદપુરમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાન ધરાશાયી  અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા
Advertisement

Delhi News : દિલ્હીના મુકુંદપુર (Mukundpur) વિસ્તારમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં શંકાસ્પદ એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ (LPG Cylinder Blast) ને કારણે એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી, જેનાથી આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જે ઇમારતમાં આ અકસ્માત થયો હતો, તેનો ઉપયોગ વાસણો પોલિશ કરવા માટે કરવામાં આવતો હતો.

Delhi News : રેસ્ક્યુ કામગીરી હાથ ધરી

ઘટનાની જાણ થતા જ પોલીસ (Delhi Police) અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી.સ્થાનિક લોકોએ બતાવેલી હિંમત અને ત્યારબાદ બચાવ ટુકડીના સંયુક્ત પ્રયાસોથી કાટમાળમાંથી અત્યાર સુધીમાં ત્રણ લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના મતે, આ ઘટનામાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ પણ એક વ્યક્તિ કાટમાળ નીચે ફસાયેલી હોવાની આશંકા છે, જેને શોધવા માટે બચાવ ટુકડીઓ દ્વારા સતત શોધખોળ ચાલુ છે.

Advertisement

Advertisement

સૈદુલજાબમાં 5 માળની ઈમારત થઈ હતી ધરાશાયી

નોંધનીય છે કે દિલ્હીમાં ઈમારત ધરાશાયી થવાની આ તાજેતરની બીજી મોટી ઘટના છે. અગાઉ દક્ષિણ દિલ્હીના સૈદુલજાબમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં, મુકુંદપુર ખાતેની આ ઘટનામાં ઘાયલોની તબીબી તપાસ રિપોર્ટ બાદ જ તેમની સ્થિતિ વિશે ચોક્કસ માહિતી મળી શકશે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Rain Forecast : રાજસ્થાનમાં ફરી વાવાઝોડાની આગાહી ! અનેક રાજ્યોમાં ભારે પવન સાથે કરા પડવાની શક્યતા

Tags :
Advertisement

.

×