Noida Factory Fire : નોઈડાની કંપનીમાં ભીષણ આગ, ફાયર જવાન પર દિવાલ પડતા 2ના મોત
Noida Factory Fire : દિલ્હીમાં વધુ એક દુર્ઘટના સામે આવી છે. દિલ્હીના નોઈડાના ગ્રેટર નોઈડા ખાતે આવેલા ઈકોટેક-3 ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ઈલેક્ટ્રોનિક ચિપ બનાવતી ફેક્ટરીમાં ગત રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના હતી. આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં 2 ફાયર જવાનના મોત થયા છે.
Advertisement
Noida Factory Fire : દિલ્હીમાં વધુ એક દુર્ઘટના સામે આવી છે. દિલ્હીના નોઈડાના ગ્રેટર નોઈડા ખાતે આવેલા ઈકોટેક-3 ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ઈલેક્ટ્રોનિક ચિપ બનાવતી ફેક્ટરીમાં ગત રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના હતી. આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. ફેક્ટરીની બાજુની દિવાલ અને ભારે લોખંડનો બીમ અચાનક તૂટી પડતા ફાયરબ્રિગેડના પાંચ ફાયર ફાઇટર કાટમાળ નીચે દબાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2 લોકોના મોત થયા છે.

