Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Delhi Palam Fire 5 Dead : દિલ્હીના પાલમમાં ભીષણ આગ લાગતા બાળક સહિત સાત લોકો જીવતા ભૂંજાયા

બુધવારની એ સવાર પાલમવાસીઓ માટે અમંગળ સાબિત થઈ, જ્યારે સાધ નગરમાં એક હસતા-રમતા પરિવાર પર આભ તૂટી પડ્યું. ચાર માળની ઇમારતમાં લાગેલી આગે માત્ર મકાનને જ નહીં, પણ એક પરિવારના પાંચ સભ્યોના સપનાઓને પણ રાખ કરી દીધા છે. ભીડભાડવાળો વિસ્તાર અને ઝેરી ધુમાડો કેવી રીતે મોતનું નિમિત્ત બન્યા અને હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહેલા લોકોની શું સ્થિતિ છે, તે રૂંવાડા ઉભા કરી દે તેવું છે.
delhi palam fire 5 dead   દિલ્હીના પાલમમાં ભીષણ આગ લાગતા બાળક સહિત સાત લોકો જીવતા ભૂંજાયા
Advertisement
  • સાધ નગરની ચાર માળની ઇમારતમાં વહેલી સવારે આગ ફાટી નીકળી (Delhi Palam Fire 5 Dead)
  • દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકો જીવતા ભૂંજાયા, સમગ્ર પંથકમાં શોક
  • ગંભીર રીતે દાઝેલા 3 લોકોને પાલમની દિવ્ય પ્રસ્થ હોસ્પિટલમાં ખસેડાયા
  • સાંકડી ગલીઓ અને ભીડને કારણે બચાવ કામગીરીમાં સર્જાયો અવરોધ

દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના (South West Delhi) પાલમ (Palam) વિસ્તારમાં બુધવારે સવારે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. સાધ નગરની (Sadh Nagar) એક ચાર માળની ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા એક જ પરિવારના 7 સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Delhi Palam Fire 5 Dead : ધૂમાડાના ગોટેગોટામાં ફસાયો પરિવાર

અહેવાલો અનુસાર, બુધવારે વહેલી સવારે જ્યારે પરિવાર નિદ્રાધીન હતો ત્યારે ઇમારતના એક ભાગમાં આગ લાગી હતી. જોતજોતામાં ઝેરી ધુમાડો સમગ્ર ચાર માળની ઇમારતમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે અંદર ફસાયેલા 9 સભ્યોને બહાર નીકળવાની તક મળી નહોતી. ફાયર વિભાગને (Fire Department) સાંકડી ગલીઓ અને ભીડભાડવાળા વિસ્તારને કારણે બચાવ કામગીરીમાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Advertisement

હોસ્પિટલમાં સારવાર અને પોલીસ તપાસ

આ ભીષણ અગ્નિકાંડમાં ઘાયલ થયેલા ત્રણ લોકોને પાલમની દિવ્ય પ્રસ્થ હોસ્પિટલમાં (Divya Prastha Hospital) દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી પોલીસ (Delhi Police) અને ફાયર ઓફિસરો દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ વિગતવાર તપાસ બાદ જ સત્ય બહાર આવશે.

આ પણ વાંચો: Airlines Free Seats India: કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, ફ્લાઈટની 60% સીટો પર હવે 'સીટ સિલેક્શન ચાર્જ' નહીં લાગે!

Tags :
Advertisement

.

×