ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Pollution: દિલ્હીના પ્રદૂષણને ડામવા ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક

Delhi Pollution: દિલ્હીમાં વધતાં પ્રદૂષણને કારણે લોકો ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિને કાબૂમાં લેવા આજે દિલ્હી સરકારે બેઠક યોજી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત પાડોશી રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા.
06:14 PM Nov 17, 2025 IST | Mahesh OD
Delhi Pollution: દિલ્હીમાં વધતાં પ્રદૂષણને કારણે લોકો ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિને કાબૂમાં લેવા આજે દિલ્હી સરકારે બેઠક યોજી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત પાડોશી રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા.
Delhi pollution_gujarat_first

Delhi Pollution: દિલ્હીના લોકો હાલ પ્રદૂષણ (Pollution) નો સામનો કરી રહ્યા છે. લોકો રહ્યા છે કે દિલ્હી રહેવા જેવું રહ્યું નથી. ત્યારે દિલ્હી (Delhi)ના પ્રદૂષણને ડામવા અમિત શાહે (Home Minister Amit Shah) આજે બેઠક યોજી છે.  દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાનીમાં વધતાં પ્રદૂષણ અંગે અન્ય રાજ્યોને સંબોધિત કર્યા હતા. બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ દ્વારા યોજાઈ હતી. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી હતી.

 પરાળી બાળવા પર પ્રતિબંધ મૂકવા અપીલ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ( CM Rekha Gupta)એ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે રાજધાનીમાં અમે એકલા પ્રદૂષણ સંકટનો સામનો કરી શકીએ નહી. તેમણે કહ્યું, "આ ફક્ત દિલ્હીની જવાબદારી નથી, પરંતુ સમગ્ર NCRની જવાબદારી છે." રેખા ગુપ્તાએ પડોશી રાજ્યોને તાત્કાલિક પરાળી બાળવા પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી અને કહ્યું કે આ માટે નક્કર અને કડક પગલાં લેવા કહ્યું હતુ..

મુખ્યમંત્રીએ ધ્યાન દોર્યું કે દિલ્હીની સરહદે આવેલા હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા નાના અને મોટા રસ્તાઓ ધૂળ અને ગંદકીથી ઢંકાયેલા છે, જે પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. તેમણે માંગ કરી કે બધા રાજ્યો સંયુક્ત રીતે રસ્તાઓ નિયમિતપણે સાફ કરવા અને ધૂળને નિયંત્રિત કરવા માટે ઝુંબેશ શરૂ કરે.

કારખાનાઓ અને ઉદ્યોગો પર કડક વલણ

રેખા ગુપ્તાએ ઔદ્યોગિક વિસ્તારોના મુદ્દા પર પણ ભારપૂર્વક વાત કરી. તેમણે કહ્યું કે NCR ની આસપાસના ઘણા કારખાનાઓ નિયમોનું પાલન કરતા નથી અને તેમનો ધુમાડો સીધો દિલ્હીની હવામાં પ્રવેશ કરે છે. તેમણે સૂચન કર્યું કે ઔદ્યોગિક વિસ્તારોમાં સતત દેખરેખ રાખવી જોઈએ અને પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

દિલ્હી સરકારની પ્રાથમિકતા

દિલ્હી મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ના જણાવ્યા અનુસાર, બેઠકમાં આ મુદ્દો પ્રાથમિકતા તરીકે ઉઠાવવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે તમામ રાજ્યોને સાથે મળીને કામ કરવા અને પર્યાવરણના રક્ષણ માટે એક સામાન્ય વ્યૂહરચના વિકસાવવા અપીલ કરી હતી. રેખા ગુપ્તાએ કહ્યું કે જો બધા રાજ્યો સાથે મળીને કામ કરે તો માત્ર દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર NCR શ્વાસ લેવા યોગ્ય બની જશે.

આ પણ વાંચોઃ Surat: સુરતની કોલેજમાં સ્પીચ આપતી યુવતીનું મોત, એકાએક ઢળી પડી

Tags :
DelhiGujaratFirstHome Minister Amit ShahMeetingPollutionpreventionRekha Gupta
Next Article