Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Rain: દિલ્હી NCRમાં ધોધમાર વરસાદ, IMDનું ઓરેન્જ એલર્ટ જાહેર

Delhi rain:દેશના વિવિધ રાજ્યોમાં (Delhi rain)વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. મુંબઇમાં વરસાદનું આગમન થઇ ગયુ છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાઇ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી એકવાર હવામાનમાં ફેરફાર આવશે અને લોકોને બહુ જલદી...
delhi rain  દિલ્હી ncrમાં ધોધમાર વરસાદ  imdનું ઓરેન્જ એલર્ટ જાહેર
Advertisement

Delhi rain:દેશના વિવિધ રાજ્યોમાં (Delhi rain)વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. મુંબઇમાં વરસાદનું આગમન થઇ ગયુ છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાઇ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી એકવાર હવામાનમાં ફેરફાર આવશે અને લોકોને બહુ જલદી ગરમીથી રાહત મળશે.

ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર દિલ્હી NCRમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાન આવશે અને વીજળીના ચમકારા થશે. આગામી 2 કલાક દરમિયાન દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓરેન્જ એલર્ટ પણ આપ્યુ છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -POK ખાલી કરે પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરના મુદ્દા પર કોઈ ત્રીજાએ દખલ દેવાની જરુર નથી :MEA

દિલ્હીમાં વરસશે વરસાદ

દિલ્હી એનસીઆરમાં, છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 38 થી 40 ડિગ્રી અને 25 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. IMDની આગાહી મુજબ આગામી 2 કલાકમાં દિલ્હી, નોઈડા, યુપીના ગાઝિયાબાદ, ફરીદાબાદ અને હરિયાણાના ગુરુગ્રામમાં વરસાદની શક્યતા છે.

આ પણ  વાંચો -India Pakistan Ceasefire: પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો,કહ્યું-વાતચીતમાં..!

તાપમાન 1-3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેશે.

આગામી 3 દિવસ એટલે કે 14 થી 16 મે સુધી દિલ્હી NCR માં આકાશ આંશિક વાદળછાયું રહેશે પરંતુ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 40 થી 42 ડિગ્રી અને 27 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતા 2-4 ડિગ્રી વધુ અને મહત્તમ તાપમાન 1-3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેશે.

આગામી દિવસોમાં ગરમી વધશે

રાજ્યમાં મહત્તમ તાપમાન બિકાનેરમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સૌથી વધુ હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવારથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થવાની સંભાવના છે અને તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તે જ સમયે, બિકાનેર વિભાગના જોધપુર સરહદી વિસ્તારમાં મહત્તમ તાપમાન 14 મેથી 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને કેટલીક જગ્યાએ 'ગરમીનું મોજું' શરૂ થવાની સંભાવના છે.

Advertisement

.

×