Delhi Ring Metro PM Modi : દેશની પહેલી રિંગ મેટ્રો શરૂ, મુસાફરીનો સમય અડધો થશે!
- દિલ્હી મેટ્રોમાં નવો ઈતિહાસ: PM મોદીએ દેશની પહેલી રિંગ મેટ્રોનું કર્યું લોકાર્પણ!
- મજલિસ પાર્કથી મૌજપુર વચ્ચે પિંક લાઈનના નવા સેક્શનની શરૂઆત
- ₹33,500 કરોડના ખર્ચે દિલ્હીની કનેક્ટિવિટીને મળશે નવો વેગ
- યમુના નદી પર ડબલ ડેકર વાયડક્ટ અને 28 મીટર ઊંચો મેટ્રો ટ્રેક તૈયાર
- એરપોર્ટ અને ભારત મંડપમ સુધી સીધી પહોંચ માટે 3 નવા કોરિડોરનો શિલન્યાસ
Delhi Ring Metro PM Modi : રાજધાની દિલ્હીના પરિવહન માળખામાં આજે એક ઐતિહાસિક સુધારો જોવા મળ્યો છે. રવિવારે (08 માર્ચ) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) દિલ્હીમાં અંદાજે ₹33,500 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા દેશની પ્રથમ સંપૂર્ણ કાર્યરત 'રિંગ મેટ્રો' (Ring Metro Network) ની શરૂઆત છે.
Delhi Ring Metro PM Modi : દેશની પ્રથમ રિંગ મેટ્રો અને પિંક લાઈનનું વિસ્તરણ
પીએમ મોદીએ મજલિસ પાર્કથી મૌજપુર-બાબરપુર સુધીના 12.3 કિલોમીટર લાંબા નવા મેટ્રો સેક્શનનું લોકાર્પણ કર્યું. આ સેક્શન કાર્યરત થતા જ પિંક લાઈન (Pink Line) હવે 71.56 કિલોમીટર લાંબી રિંગ મેટ્રોમાં ફેરવાઈ ગઈ છે. આ કોરિડોર ખાસ કરીને ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિલ્હી વચ્ચેની કનેક્ટિવિટી સુધારશે. યમુના નદી પર આ પાંચમો મેટ્રો બ્રિજ છે, જે ડબલ-ડેકર વાયડક્ટ (Double-decker Viaduct) સાથે બનાવવામાં આવ્યો છે - જેમાં ઉપર મેટ્રો અને નીચે ફ્લાયઓવર છે.
PM Shri @narendramodi launches Development Projects worth around ₹33,500 crore in Delhi. https://t.co/yjIXQs7rnn
— BJP (@BJP4India) March 8, 2026
Delhi Ring Metro PM Modi : મેજેન્ટા લાઈન અને ત્રણ નવા કોરિડોર
વડાપ્રધાને મેજેન્ટા લાઈનના (Magenta Line) 9.9 કિમી લાંબા એલિવેટેડ વિસ્તરણનું પણ ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાના જણાવ્યા મુજબ, આ લાઈનનો એક હિસ્સો 28.36 મીટરની ઊંચાઈ પર છે, જે દિલ્હી મેટ્રોનો સૌથી ઊંચો સેક્શન છે. આ ઉપરાંત, પીએમ મોદીએ ફેઝ-V હેઠળ ત્રણ નવા કોરિડોરનો શિલન્યાસ કર્યો:
- આર.કે. આશ્રમ માર્ગ થી ઈન્દ્રપ્રસ્થ: સેન્ટ્રલ વિસ્ટા અને ભારત મંડપમ સુધી સરળ પહોંચ.
- એરોસિટી થી એરપોર્ટ ટર્મિનલ-1: આઈજીઆઈ એરપોર્ટ માટે સીધી અંડરગ્રાઉન્ડ કનેક્ટિવિટી.
- તુગલકાબાદ થી કાલિંદી કુંજ: એનસીઆરના મુસાફરો માટે એરપોર્ટ પહોંચવું હવે સરળ બનશે.
મહિલા શક્તિને પ્રોત્સાહન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદીએ જીપીઆરએ (GPRA) પુનઃવિકાસ પ્રોજેક્ટ હેઠળ મહિલા લાભાર્થીઓને નવા ઘરની ચાવીઓ સોંપી હતી. પીએમએ સંદેશ આપ્યો કે આધુનિક દિલ્હી એ વિકસિત ભારતનું પ્રતિબિંબ છે.
આ પણ વાંચો : Uttarakhand ના રાજ્યપાલ ગુરમીત સિંહના હેલિકોપ્ટરનું શ્રીનગર પાસે ઈમરજન્સી લેન્ડિંગ


