Delhi News : બુલડોઝર એકશન ! શાલીમાર બાગમાં 150 ગેરકાયદેસર મકાનો જમીનદોસ્ત
Delhi News : તાજેતરમાં દિલ્હી અને ઇન્દોરમાં પણ વહીવટીતંત્ર દ્વારા માર્ગ વિસ્તરણ અને જાહેર હિતના કામો માટે ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં મેક્સ હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગને પહોળો કરવા માટે લગભગ 150 ગેરકાયદેસર મકાનોને તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી માટે રહેવાસીઓને 30 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો, જેની મુદત પૂર્ણ થતાં વહીવટીતંત્ર દ્વારા બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Delhi News : પોલીસ અને સુરક્ષા દળોનો સઘન બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને સુરક્ષા દળોનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં 5 CRPF કંપનીઓ, 4 RPF કંપનીઓ, મહિલા કમાન્ડો અને 1,000થી વધુ દિલ્હી પોલીસના જવાનો સહિત કુલ 15 ACP અને 50થી વધુ નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા હતા.
ઇન્દોરમાં પણ કરવામાં આવી હતી કાર્યવાહી
મહત્વનું છે કે આ જ રીતે, ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મધુમિલન સ્ક્વેર અને કેન્ટોનમેન્ટ વિસ્તાર વચ્ચેના માર્ગને પહોળો કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારના આશરે 120 જેટલા મકાનો અને દુકાનો જે માસ્ટર પ્લાનમાં નડતરરૂપ હતા, તેને દૂર કરવામાં આવ્યા હતા. ઇન્દોરના એડિશનલ કમિશનર આકાશ સિંહના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અચાનક કરવામાં આવી નથી; પરંતુ અગાઉ મેપિંગ કરી, જમીનનું માપ લઈ અને અસરગ્રસ્ત રહેવાસીઓને કાનૂની નોટિસ આપવામાં આવી હતી.
#WATCH | Delhi: Demolition drive underway in Shalimar Bagh, with heavy security deployment and paramilitary forces alongside Delhi Police personnel. The DCP, ACP, and senior officials from several districts are present at the scene. Action was taken against approximately 150… pic.twitter.com/fF94KmCfNo
— ANI (@ANI) May 31, 2026
આ બંને શહેરોમાં વહીવટીતંત્રનું મુખ્ય લક્ષ્ય શહેરના મુખ્ય માર્ગોને પહોળા કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનું અને જાહેર સુવિધાઓમાં વધારો કરવાનું છે. જોકે, આ પ્રકારની કાર્યવાહીમાં રહેવાસીઓને ઘરવિહોણા થવું પડે છે, જેને કારણે સુરક્ષા અને સાવચેતી સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Abhishek Banerjee Attack : અભિષેક બેનર્જી પર હુમલામાં પાંચની ધરપકડ, હુગલીમાં TMC રસ્તા પર ઉતરી !


