Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : શૈક્ષણિક સંસ્થાઓની નિમણૂકમાં SC, ST ઉમેદવારો પ્રત્યે ભેદભાવ થતો હોવાનો ચોંકાવનારો દાવો!

Delhi : સંસદીય સમિતિના રિપોર્ટમાં (Parliamentary Committee Report) ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓની (Educational Institutions) નિમણૂકમાં ભેદભાવ થતો હોવાનો દાવો રિપોર્ટમાં કરાયો છે. ત્યારે શૈક્ષણિક સંસ્થાઓની નિમણૂક અંગે સંસદીય સમિતિ રિપોર્ટ રજૂ કરીને અનેક સવાલ ઊઠાવ્યા છે. માહિતી...
delhi   શૈક્ષણિક સંસ્થાઓની નિમણૂકમાં sc  st ઉમેદવારો પ્રત્યે ભેદભાવ થતો હોવાનો ચોંકાવનારો દાવો
Advertisement

Delhi : સંસદીય સમિતિના રિપોર્ટમાં (Parliamentary Committee Report) ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓની (Educational Institutions) નિમણૂકમાં ભેદભાવ થતો હોવાનો દાવો રિપોર્ટમાં કરાયો છે. ત્યારે શૈક્ષણિક સંસ્થાઓની નિમણૂક અંગે સંસદીય સમિતિ રિપોર્ટ રજૂ કરીને અનેક સવાલ ઊઠાવ્યા છે. માહિતી મુજબ, IIM અને IIT સહિતની સંસ્થાઓનો આ રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની સુખાકારી અંગેની સંસદીય સમિતિ દ્વારા સામાજિક-આર્થિક વિકાસ અંગેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. આ રિપોર્ટમાં શૈક્ષણિક સંસ્થાઓની નિમણૂકમાં ભેદભાવ થતો હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, મંગળવારે લોકસભામાં (Delhi) રજૂ કરાયેલા આ રિપોર્ટમાં SC, ST પ્રત્યે ભેદભાવ થતો હોવાનો દાવો કરાયો છે. સાથે જ રિપોર્ટમાં કહેવાયું છે કે તેજસ્વી અને લાયક હોવા છતાં એસસી, એસટી ઉમેદવારને બાકાત રખાય છે. રિપોર્ટમાં ગંભીર આરોપ લગાવાયો છે કે આ ઉમેદવારોને ઈરાદાપૂર્વક ગેરલાયક ઠેરવાય છે. અને 'લાયક ઉમેદવાર મળતા નથી' તેવું કહી દેવાય છે.

Advertisement

એસસી, એસટીના ઉમેદાવારો લાયક હોવા છતાં ભેદભાવ

શિક્ષણ સંસ્થાઓમાં નિમણૂકો અંગે સંસદીય સમિતિએ રિપોર્ટ (Parliamentary Committee Report) રજૂ કરીને અનેક સવાલ પણ ઊઠાવ્યા છે. અહેવાલ અનુસાર, આ રિપોર્ટમાં કેન્દ્રીય યુનિ.ઓ, IIM, IIT, એન્જિનિયરિંગ કોલેજો, મેડિકલ કોલેજો સહિતની વિવિધ સંસ્થાઓનો સમાવેશ કરાયો છે. સમિતિએ રિપોર્ટમાં કહ્યું કે, એસસી, એસટીના ઉમેદાવારો લાયક અને તેજસ્વી હોવા છતાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે અને તેમને બાકાત રાખવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો - ED Raid : હરક સિંહના ઘરે ED ના દરોડા, ઉત્તરાખંડથી દિલ્હી સુધીના 15 થી વધુ સ્થળો પર Raid

Tags :
Advertisement

.

×