Delhi Udyog Bhawan ને IEDથી ઉડાવી દેવાની મળી ધમકી, એલર્ટ જાહેર
- Delhi ઉદ્યોગ ભવન IEDથી ઉડાવી દેવાની મળી ધમકી
- ઇમેઇલ દ્વારા આવી ધમકી મળી હતી
- સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી
Delhi Udyog Bhawan: Delhi ઉદ્યોગ ભવન(UdyogBhavan)ને IEDથી ઉડાવી દેવાની (BombThreat)મળી ધમકી મળી છે. ઇમેઇલ દ્વારા આવી ધમકી મળી હતી જે બાદ પોલીસ સતર્ક બની છે. મળતી માહિતી મુજબ, એક ધમકીભર્યો મેઇલ આવ્યો છે, જેના પછી વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ઉદ્યોગ ભવન સંકુલમાં એલર્ટ (Alert)આપી દીધુ છે.
શુક્રવારે મળ્યો ઇમેઇલ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેઇલ શુક્રવારે મળ્યો હતો, જેમાં ઉદ્યોગ ભવનને IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) ને સંપૂર્ણ સતર્કતા સાથે યોગ્ય સુરક્ષા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો -Bihar: ચૂંટણી પહેલા નીતિશ કુમારનો મોટો દાવ, ઉચ્ચ જાતિના વિકાસ માટે આયોગ
ઉદ્યોગભવનમાં સર્ચ ઓપરેશન તેજ
હાલમાં ઉદ્યોગ ભવનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને આવતા-જતા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ મેઇલની સત્યતા અને તેના સ્ત્રોતની પણ તપાસ કરી રહી છે. વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
આ પણ વાંચો -Bihar: ચૂંટણી પહેલા નીતિશ કુમારનો મોટો દાવ, ઉચ્ચ જાતિના વિકાસ માટે આયોગ
હરિયાણા સીએમ ઓફિસને પણ મળી ધમકી
તો બીજી તરફ હરિયાણાના મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને કારણે હંગામો મચી ગયો છે. ચંદીગઢ પોલીસને કોલ આવ્યો હતો. ત્યારબાદ હરિયાણા સચિવાલય અને મુખ્યમંત્રી નિવાસસ્થાનની સુરક્ષા તાત્કાલિક કડક કરવામાં આવી છે.માહિતી મળતાં જ હરિયાણા પોલીસ CID, CISF અને ચંદીગઢ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તમામ સંવેદનશીલ સ્થળોની શોધખોળ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય અને સચિવાલય પરિસરમાં સઘન તપાસ ચાલી રહી છે. જો કે આ ધમકી ફેક છે કે પછી સત્ય, તે વિશે હજી કંઇ પુષ્ટિ થઇ નથી. પરંતુ પોલીસ તેને ગંભીરતાથી લઈ રહી છે. કોલનું લોકેશન અને ફોન કરનારની ઓળખ કરવા માટે ટેકનિકલ દેખરેખ શરૂ કરવામાં આવી છે.
પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં બોમ્બની ધમકી
તમને જણાવી દઈએ કે અગાઉ 22 મેના રોજ પંજાબ-હરિયાણા હાઇકોર્ટને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ માહિતી પછી કોર્ટ પરિસર બપોરે 2 વાગ્યા સુધી ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને તમામ કોર્ટ કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી.