ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi : એવું તે શું થયું કે કેન્દ્રિય ગૃહ મંત્રીએ ગુજરાતનો પ્રવાસ કર્યો રદ્દ

Delhi : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah ) હાલ ગુજરાતના પ્રવાસે હતા. તેઓ ગુજરાતમાં હોવાથી વિવિધ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતું એકાએક કેન્દ્રીય ગૃહમંત્રીના આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ કરાયા હતા. આ તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી...
11:50 AM Feb 13, 2024 IST | Hiren Dave
Delhi : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah ) હાલ ગુજરાતના પ્રવાસે હતા. તેઓ ગુજરાતમાં હોવાથી વિવિધ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતું એકાએક કેન્દ્રીય ગૃહમંત્રીના આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ કરાયા હતા. આ તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી...
Amit Shah

Delhi : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah ) હાલ ગુજરાતના પ્રવાસે હતા. તેઓ ગુજરાતમાં હોવાથી વિવિધ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતું એકાએક કેન્દ્રીય ગૃહમંત્રીના આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ કરાયા હતા. આ તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. ત્યારે દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે સર્જાયેલી મહત્વની જરૂરિયાતને લઈએ અમિત શાહ દિલ્હી જવા રવાના થયા હોવાનુ કહેવાય છે.

 

સરકાર સાથેની બેઠક નિષ્ફળ જતાં આજથી ખેડૂત સંગઠનોની દિલ્લી ચલો માર્ચ શરૂ થઈ છે. 2500થી વધુ ટ્રેકટરો સાથે દિલ્લી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો આગળ વધી રહ્યાં છે. MSP સહિત 10 મુદ્દાની માંગ પર ખેડૂતો અડગ છે. ત્યારે દિલ્હીમાં સ્થિતિ વણસવાની છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે એક તરફ પ્રધાનમંત્રી મોદી અબુધાબીના પ્રવાસે છે, જ્યાં તેઓ બાપ્સ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરવાના છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી દોડવું પડ્યું છે.

 

ખેડૂતો આક્રમક બન્યા
જો તમે દિલ્લી-એનસીઆરમાં રહો છો તો આજે તમારા માટે પરીક્ષાનો દિવસ છે. કેમ કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્લી આવી રહ્યા છે. MSP સહિત અન્ય 10 માગણીને લઈને ખેડૂતોનું આંદોલન પાર્ટ 2.0 શરૂ થઈ રહ્યું છે. ખેડૂતોને મનાવવા માટે લગભગ 5 કલાક સુધી મેરેથોન બેઠક કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા સામેલ હતા. પરંતુ ખેડૂતો MSP પર કાયદાકીય ગેરંટી માગી રહ્યા છે. જેના પર વાત અટકી ગઈ. ત્યારબાદ ખેડૂત નેતાઓએ આરપારના જંગની જાહેરાત કરતાં કહી દીધું કે દિલ્લી કૂચ થઈને રહેશે. જેના પગલે હાલમાં દિલ્લીની ગાઝીપુર, સિંધુ, સંભૂ, ટિકરી સહિત તમામ બોર્ડને પોલીસ છાવણીમાં ફેરવી નાંખવામાં આવી છે. જોકે પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે ખેડૂતોની આડમાં ઉપદ્રવીઓએ જો કાયદા વ્યવસ્થામાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

 

આ  પણ  વાંચો  - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ માં ન્યાય માટે પીડિત પરિવારોનો કલ્પાંત, 4 આરોપી હાલ પણ ફરાર!

 

Tags :
Amit ShahChalo DelhiDelhiFarmers ProtestGujarat
Next Article