Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan માં આતંકીઓ વિરુદ્ધ air strike પર દિલ્હીના શાહી ઈમામનું મોટું નિવેદન, કહ્યું- 'દુશ્મનના ઘરમાં ઘૂસીને...'

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે Operation Sindoor હાથ ધરીને બદલો લીધો.
pakistan માં આતંકીઓ વિરુદ્ધ air strike પર દિલ્હીના શાહી ઈમામનું મોટું નિવેદન  કહ્યું   દુશ્મનના ઘરમાં ઘૂસીને
Advertisement
  • આતંકીઓ વિરુદ્ધ એર સ્ટ્રાઈક પર દિલ્હીના શાહી ઈમામનું મોટું નિવેદન
  • કેમ્પોમાં આતંકી બનવાની ટ્રેનિંગ આપવામાં આવતી-અહેમદ બુખારી
  • ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર દેશે રાહતનો શ્વાસ લીધો

Operation Sindoor: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે Operation Sindoor હાથ ધરીને બદલો લીધો. પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે (6-7 મે) ઓપરેશન સિંદૂર હાથ ધરીને બદલો લીધો. પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં 70-80 આતંકવાદીઓ માર્યા ગયા.

Advertisement

આખો દેશ એક થઈ ગયો

Operation Sindoor વિશે વાત કરતા, દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીએ કહ્યું કે 22 એપ્રિલે આતંકવાદીઓએ પહેલગામમાં નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. 22 એપ્રિલથી, આખો દેશ એક થઈ ગયો છે અને એક અવાજમાં PM મોદી પાસેથી કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.

Advertisement

કેમ્પોમાં આતંકી બનવાની ટ્રેનિંગ આપવામાં આવતી

તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન તરફથી વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે તે વાતને નકારી શકાય નહીં. પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ અને અન્ય વિસ્તારોમાં આતંકીઓના કેમ્પ હતા અને તે કેમ્પોમાં આતંકી બનવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. આ કોણ સહન કરી શકે? કોઈ આ સહન કરી શકશે નહીં.

આ પણ વાંચો :  ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે, તેઓએ યોગ્ય જવાબ આપ્યો... ખડગેએ Operation Sindoor પર કહ્યું...

સૈયદ અહેમદ બુખારીએ કહ્યું કે, સમગ્ર દેશે એક થઈને PM મોદી પાસે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી અને આ પછી આજે ભારતીય સેનાએ દુશ્મનોના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર દેશે રાહતનો શ્વાસ લીધો છે.

PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા

પહેલગામ આતંકવાદી હુમલા બાદ કડક કાર્યવાહી કરતા, ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા, જેમાં આતંકવાદી જૂથ લશ્કર-એ-મોહમ્મદના ગઢ બહાવલપુરનો પણ સમાવેશ થાય છે. 22 એપ્રિલના રોજ, પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ હુમલો કરીને 26 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો :  પાકિસ્તાની સેનાએ ભારતની એર સ્ટ્રાઈકનો બદલો લેવા માંગી પરવાનગી, શાહબાઝ શરીફે કહ્યું- સેનાને સંપૂર્ણ અધિકાર છે

Tags :
Advertisement

.

×