મમતા બેનર્જીના રાજીનામાની માંગણી! વિદ્યાર્થીઓનું આજથી શરૂ 'નબન્ના અભિયાન'
- આજે કોલકાતામાં 'નબન્ના અભિયાન'
- તાલીમાર્થી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઇને થશે પ્રદર્શન
- રેલીને નથી મળી પોલીસની મંજૂરી
કોલકાતાના ‘પશ્ચિમબંગા છાત્ર સમાજ’ (Pashchimbanga Chhatra Samaj) નામના સંગઠન દ્વારા આજે મંગળવારે નબન્ના (Nabanna) એટલે કે રાજ્ય સચિવાલય સુધી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee) ના રાજીનામાની માંગણી કરશે. આ રેલીને તાજેતરમાં કોલકાતા આર. જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (Kolkata R. G. Kar Medical College and Hospital) માં એક તાલીમાર્થી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) ની ઘટનાને લઇને સંચાલિત કરવામાં આવી રહી છે. આ પ્રદર્શન મંગળવારે બપોરે 1 વાગ્યે શરૂ થવાનું છે અને તેને ‘નબન્ના અભિયાન’ (Nabanna Abhiyan) કહેવામાં આવ્યું છે.
રેલીની મંજૂરીનો ઇનકાર અને પોલીસની ચેતવણી
કોલકાતા પોલીસ દ્વારા આ રેલી માટે કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. બંગાળના ADG (કાયદો અને વ્યવસ્થા) દ્વારા નબન્ના રેલીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે, કારણ કે નબન્ના એક પ્રતિબંધિત વિસ્તાર છે, જ્યાં પ્રદર્શનોની મંજૂરી નથી. પોલીસને આ રેલીમાં હિંસક ઘટનાની શક્યતા લાગે છે. ACP સુપ્રતિમ સરકારે જણાવ્યું કે, રેલી માટે જરૂરી વિગતો પુરી પાડવામાં આવી નથી, અને સંભવિત હિંસક ષડયંત્રને ધ્યાને રાખીને રેલીને મંજૂરી અપાઈ નથી.
ભાજપનું સમર્થન અને ચેતવણી
ભાજપના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે, "આ મંગળવારે યોજાનાર નબન્ના અભિયાન માત્ર વિદ્યાર્થીઓનું છે અને તેઓ આર. જી. કર હોસ્પિટલમાં થયેલી ઘટનાના વિરોધમાં છે. ભયનું વાતાવરણ ઊભું થયુ છે અને જો મંગળવારે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થશે, તો આગામી દિવસોમાં ભાજપ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે."
TMC ના આરોપ: તમામ વિરોધ પક્ષો એકસાથે
TMC નેતા કુણાલ ઘોષે આક્ષેપ કર્યો છે કે, “BJP, CPM, અને Congress હવે બધા TMC વિરુદ્ધ એકસાથે આવી ગયા છે. BJP નબન્ના અભિયાન ચલાવી રહી છે, જ્યારે કોંગ્રેસ અને CPM તેમને સમર્થન આપી રહી છે. તેમની સામૂહિક હરકતોને TMC વિરોધી માનસિકતાની અરાજકતા ફેલાવવાની કોશિશ તરીકે જોવામાં આવી રહી છે.”
#WATCH Kolkata: TMC leader Kunal Ghosh says, "BJP, CPM and Congress are all one. BJP is doing Nabanna movement, Congress is supporting it and whatever CPM says, but they are talking about the protest...Ram-Left are all coming together to create anarchy against TMC & West Bengal." pic.twitter.com/uIFzHrfGHD
— ANI (@ANI) August 26, 2024
વિરોધના પરિણામો અને શક્યતાઓ
આ તમામ ઘટનાઓને ધ્યાને રાખતા, રાજ્યમાં વિરોધના પ્રદર્શન અને ભવિષ્યના રાજકીય પરિપ્રેક્ષને લઈને અનેક પ્રશ્નો ઉભા થાય છે. તાજેતરના વિવાદો અને વિરોધોનો પ્રભાવ મુખ્યમંત્રાલય અને રાજકીય પરિપ્રેક્ષને વધુ પડકારજનક બનાવી શકે છે, અને દરેક પક્ષની લાગણી, માંગ અને વિરોધ પ્રદર્શન વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશનું ઉદાહરણ આપી Yogi Adityanath એ દેશને આપ્યો મોટો સંદેશ, જાણો શું કહ્યું