બાંગ્લાદેશમાં વેનઝુએલા જેવી કાર્યવાહી કરીને મોહમ્મદ યૂનુસને ઉઠાવી લો: ડૉ. પ્રવીણ તોગડિયા
. બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા માટે નક્કર પગલું ઉઠાવવું જોઈએ : ડૉ. તોગડિયા
. ભારતમાં વસ્તી નિયંત્રણનો કડક કાયદો લાગુ કરવામાં આવે : ડૉ. તોગડિયા
. લવજેહાદ સામાજિક કેન્સર છે, તેનો કાયદાથી ઈલાજ થાય : ડૉ. તોગડિયા
બિજનૌર: ઉત્તર પ્રદેશના બિજનૌરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને ભારત સરકાર સમક્ષ કડક વલણ અખત્યાર કરવાની માગણી કરી છે.
મંગળવારે બિજનૌર પહોંચેલા ડૉ. તોગડિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે બાંગ્લાદેશમાં હિંદુઓને સતત નિશાન બનાવાય રહ્યા છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યુ કે જે પ્રકારે અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખને ઉઠાવ્યા, તેવી રીતે ભારત સરકારે પણ સેના મોકલીને હિંદુઓ પર અત્યાચાર કરનારા મોહમ્મદ યૂનુસને ઉઠાવી લેવા જોઈએ.
ડૉ. તોગડિયાએ કહ્યુ છે કે ભારતની સેના 1971માં બાંગ્લાદેશમાં જઈને પોતાનું પરાક્રમ દેખાડી ચુકી છે. જરૂરત પડે, તો ફરી એકવાર હિંદુઓની સુરક્ષા માટે નક્કર પગલું ઉઠાવવું જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યુ છે કે દેશમાં હિંદુ ત્યારે સુરક્ષિત રહી શકે છે, જ્યારે તે બહુમતીમાં હશે. તેના માટે તેમણે જનસંખ્યા નિયંત્રણ કાયદાની માગણીનો પુનરોચ્ચાર કર્યો છે.
આ પણ વાંચો: હવે બાંગ્લાદેશ ખુદને માને છે પૂર્વ પાકિસ્તાન, ભારત સામે 'THREE FRONT WAR'ની સ્થિતિનો ખતરો?
વસ્તી નિયંત્રણ કાયદાની માગણી
પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. પ્રવીણ તોગડિયાએ વસ્તી નિયંત્રણને લઈને કહ્યુ કે હિંદુઓને સુરક્ષિત રાખવા માટે કડક કાયદો બનાવવાની જરૂરત છે. તેમણે કહ્યુ કે ત્રણથી વધારે બાળકો થવા પર કોઈ પરિવારને સરકારી સ્કૂલોમાં પ્રવેશ, સરકારી હોસ્પિટલોમાં સારવાર, સરકારી નોકરી, રાશન અને અન્ય સરકારી સુવિધાઓનો લાભ મળવો જોઈએ નહીં. એટલું જ નહીં આવા લોકોના મતદાનનો અધિકાર પણ સમાપ્ત કરવો જોઈએ.
ડૉ. તોગડિયાએ દાવો કર્યો છે કે બિજનૌર, રામપુર અને સહારનપુર જેવા જિલ્લાઓમાં હિંદુઓની વસ્તી સતત ઘટી રહી છે. આ અભિયાનને તેમણે હિંદુ હી આગે-સુરક્ષિત હિંદુ, નામ આપ્યું છે.
આ પણ વાંચો: મિથુન ચક્રવર્તીનું નિવેદન: 'બંગાળને બાંગ્લાદેશ ન બનવા દો', કૉંગ્રેસ-લેફ્ટ ભભૂક્યા
વડાપ્રધાન,ગૃહ મંત્રીથી આશા
ડૉ. પ્રવીણ તોગડિયાએ કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે અમારો જૂનો પારિવારિક સંબંધ છે. અમને આશા છે કે અમારી માગણી પર જલ્દી વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની જ નહીં, પણ ત્યાં રહેતા હિંદુઓની પણ ચિંતા છે.
ડૉ. તોગડિયાએ તેની સાથે જ દેશમાં વધી રહેલી બીમારીઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે ભારતમાં લગભગ 40 કરોડ લોકો બ્લડપ્રેશર અને સુગર જેવી બીમારીઓથી પીડિત છે. તેમણે કહ્યુ કે દર મંગળવાર અને શનિવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાવી રહ્યા છે.
લવ જેહાદ પર નિશાન
ડૉ. તોગડિયા સહારનપુરથી મુરાદાબાદ જતી વખતે મુઝફ્ફપુરના રામપુર રોકાયા હતા. તેમણે લવજેહાદને સામાજિક કેન્સર ગણાવતા કહ્યુ કે આ બીમારીની સારવાર ડોક્ટરોએ નહીં, પરંતુ કાયદા અને સખત કાર્યવાહીથી જ શક્ય છે. તેમણે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ વસ્તી નિયંત્રણ માટે આવા કાયદાની દિશામાં કામ કરી રહી છે, જેમાં બેથી વધારે બાળકો થવા પર કઠોર દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ સામેલ હોય.
પ્રસ્તાવિત કાયદાનો ઉલ્લેખ કરતા ડૉ. તોગડિયાએકહ્યુ કે જો કોઈ પરિવારમાં ત્રણ બળકો પેદા થાય છે, તો તેનું સરકારી રાશન બંધ કરવું જોઈએ. સરકારી સ્કૂલોમાં પ્રવેશ નહીં મળે. સરકારી હોસ્પિટલોમાંથી સારવાર નહીં મળે. બેંકમાંથી લોન પ રોક લાગે. સરકારી નોકરીઓ પર પ્રતિબંધ લાગે અને મતાધિકારને સમાપ્ત કરવામાં આવે.


