દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત લીધા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ
- મહારાષ્ટ્રમાં ફડણવીસ મુખ્યમંત્રી, અજિત પવાર અને શિંદે નાયબ મુખ્યમંત્રી
- ફડણવીસે ત્રીજી વખત રાજ્યના CM પદના શપથ લીધા
- PM મોદી, અમિત શાહ અને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ આપી હાજરી
Maharashtra New CM Devendra Fadanvis : મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળી ગયા છે. દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે ત્રીજી વખત રાજ્યના CM પદના શપથ લીધા છે. મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5.30 કલાકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લીધા. તેમની સાથે અજિત પવાર પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. એકનાથ શિંદેએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ, કેન્દ્રીય મંત્રીઓ, એનડીએના નેતાઓ હાજર રહ્યા હતા.
એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
એકનાથ શિંદે પહેલીવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમણે બાલાસાહેબ ઠાકરેનું નામ લઈને શપથની શરૂઆત કરી હતી. તેમણે PM મોદીનું નામ પણ લીધું. જણાવી દઈએ કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. હવે તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે.
અજિત પવારે છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ રેકોર્ડ છઠ્ઠી વખત છે જ્યારે તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે.
ત્રીજીવાર મુખ્યમંત્રી પદે ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ 54 વર્ષની ઉંમરે ત્રીજીવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. તેમના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન, જેમાં ભાજપ, શિવસેના અને એનસીપી સામેલ છે, રાજ્યમાં નવી સરકારનું ગઠન કરશે. ફડણવીસે ભાજપ વિધાયક દળના નેતા તરીકે સમર્થન મેળવ્યું છે. તેમની સાથે, શિંદે અને અજિત પવારએ ડેપ્યુટી સીએમ પદ માટે સંમતિ વ્યક્ત કરી છે. આ શપથ ગ્રહણ સમારોહમાં કુલ 42,000 લોકો હાજરી આપશે, જેમાં 2,000 જેટલા VVIP મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ હાજરી આપી.
આ પણ વાંચો: ફડણવીસના શપથ ગ્રહણમાં PM મોદી સહિત 42 હજાર લોકો રહેશે હાજર, આ નેતાઓ નહીં જોવા મળે!