Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

DGCA New Rules 2026 : ફ્લાઈટ ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા, હવે રિફંડ માટે નહીં ખાવા પડે ધક્કા

શું તમે પણ ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરતી વખતે કપાતા હજારો રૂપિયાથી પરેશાન છો? ભારત સરકારના વિમાનન નિયામક DGCA એ એરલાઈન્સ કંપનીઓની મનમાની રોકવા માટે એક એવો માસ્ટરસ્ટ્રોક માર્યો છે, જેનાથી મુસાફરોને હવે રિફંડ અને કેન્સલેશન માટે એક પણ રૂપિયો ચાર્જ ચૂકવવો નહીં પડે. ટિકિટ બુક કર્યા પછી મળતી આ નવી આઝાદી અને સમયમર્યાદા વિશે જાણવું દરેક મુસાફર માટે અનિવાર્ય છે.
dgca new rules 2026    ફ્લાઈટ ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા  હવે રિફંડ માટે નહીં ખાવા પડે ધક્કા
Advertisement
  • હવાઈ મુસાફરો માટે DGCA નો મોટો નિર્ણય: ટિકિટ કેન્સલેશન હવે થશે ફ્રી!
  • બુકિંગના 48 કલાકમાં ટિકિટ કેન્સલ કરવા પર કોઈ ચાર્જ નહીં લાગે
  • ટિકિટમાં નામની સ્પેલિંગમાં ભૂલ હશે તો 24 કલાકમાં ફ્રી સુધારો કરી શકાશે
  • એરલાઈન્સ કંપનીઓએ 14 દિવસમાં ફરજિયાત રિફંડ ચૂકવવું પડશે
  • રિફંડ માટે એજન્ટ નહીં પરંતુ સીધી એરલાઈન કંપની જવાબદાર રહેશે

DGCA New Rules 2026 : હવાઈ મુસાફરી કરનારા લોકો માટે ભારત સરકારના વિમાનન નિયામક, નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) દ્વારા અત્યંત રાહતભર્યા સમાચાર આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે ફ્લાઈટ ટિકિટ બુક કર્યા પછી પ્લાન બદલાય અથવા ભૂલથી ખોટી ટિકિટ બુક થઈ જાય, ત્યારે એરલાઈન્સ કંપનીઓ ટિકિટ કેન્સલ કરવાના નામે તગડો ચાર્જ (Cancellation Charge) વસૂલતી હતી. જોકે, હવે નવા નિયમો મુજબ મુસાફરોને આ આર્થિક બોજમાંથી મુક્તિ મળશે.

DGCA New Rules 2026 : 48 કલાકમાં ફ્રી કેન્સલેશન અને ફેરફાર

નવા નિયમો અનુસાર, જો તમે સીધા એરલાઈનની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવી હોય, તો બુકિંગના 48 કલાકની અંદર તમે કોઈપણ વધારાના ચાર્જ વગર ટિકિટ કેન્સલ કરી શકશો અથવા તેમાં ફેરફાર કરી શકશો. આ નિર્ણયથી મુસાફરોને તેમની યાત્રા અંગે ફરી વિચારવા માટે બે દિવસનો સમય કોઈ પણ દંડ વગર મળશે. આ ઉપરાંત, જો ટિકિટ બુક કરતી વખતે નામમાં સ્પેલિંગની ભૂલ થઈ હોય, તો 24 કલાકની અંદર તેને વિનામૂલ્યે સુધારી શકાશે.

Advertisement

Advertisement

રિફંડ પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા

અત્યાર સુધી મુસાફરોની સૌથી મોટી ફરિયાદ રિફંડ (Refund) ને લઈને રહેતી હતી. ખાસ કરીને ટ્રાવેલ એજન્ટ કે થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા બુકિંગ કરાવ્યું હોય ત્યારે રિફંડ મેળવવામાં અઠવાડિયા નીકળી જતા હતા. હવે DGCA એ સ્પષ્ટ કર્યું છે કે એરલાઈન્સે કોઈપણ સંજોગોમાં 14 કામકાજના દિવસોની અંદર રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સૌથી મહત્વની વાત એ છે કે હવે રિફંડ આપવાની જવાબદારી ટ્રાવેલ એજન્ટની નહીં પણ સીધી એરલાઈન કંપનીની રહેશે.

ફરિયાદો બાદ લેવામાં આવ્યો નિર્ણય

આ કડક નિર્ણયો ગત વર્ષે ઈન્ડિગો એરલાઈન્સ (IndiGo Airlines) ની ફ્લાઈટ્સમાં થયેલી ગરબડ અને મુસાફરોની સતત વધતી ફરિયાદો બાદ લેવામાં આવ્યા છે. DGCA ના આ પગલાથી એરલાઈન્સ કંપનીઓની મનમાની પર લગામ આવશે અને મુસાફરોને વધુ સુરક્ષા તેમજ સુવિધાનો અનુભવ થશે.

આ પણ વાંચો : સાસરિયે પહોંચતા જ દુલ્હને ખેલ પાડ્યો! પતિને કોલેજ બહાર ઉભો રાખી પ્રેમી સાથે છૂમંતર

Tags :
Advertisement

.

×