Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

DGCA : બારામતી દુર્ઘટના બાદ એરવિએશન સેફ્ટી પર ભાર, 400 અનિયંત્રિત એરફિલ્ડ્સ તપાસ હેઠળ

DGCA : મુંબઈના નાયબ મુખ્યંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મોત થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશભરમાં આશરે 400 અનિયંત્રિત એરસ્ટ્રીપ્સનું નિરીક્ષણ શરૂ કર્યું છે. જેથી એક સમાન ઓપરેટિંગ ધોરણો અને દેખરેખ પ્રણાલી વિકસાવવામાં આવે છે. આનું સંચાલન ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને રાજ્યો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.
dgca   બારામતી દુર્ઘટના બાદ એરવિએશન સેફ્ટી પર ભાર  400 અનિયંત્રિત એરફિલ્ડ્સ તપાસ હેઠળ
Advertisement
  • DGCA : બારામતી દુર્ઘટના બાદ એરવિએશન સેફ્ટી પર ભાર મૂકાયો છે.
  • 400 અનિયંત્રિત એરફિલ્ડ્સ પર કરવામાં આવશે તપાસ
  • મોટાભાગના અનિયંત્રિત એરપોર્ટ્સ સંબંધિત રાજ્યોની માલિકીના છે

DGCA : મુંબઈના નાયબ મુખ્યંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મોત થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશભરમાં આશરે 400 અનિયંત્રિત એરસ્ટ્રીપ્સનું નિરીક્ષણ શરૂ કર્યું છે. જેથી એક સમાન ઓપરેટિંગ ધોરણો અને દેખરેખ પ્રણાલી વિકસાવવામાં આવે છે. આનું સંચાલન ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને રાજ્યો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. નિરીક્ષણ અભિયાનમાં માળખાગત ખામીઓ, સંદેશાવ્યવહાર સુવિધાઓ, અગ્નિશામક તૈયારીઓ અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન પ્રણાલીઓ ઓળખવામાં આવશે.

DGCA ટીમો દ્વારા કરવામાં આવ્યું નિરિક્ષણ

વર્તમાનમાં મોટાભાગના અનિયંત્રિત એરપોર્ટ્સ સંબંધિત રાજ્યોની માલિકીના છે અને DGCA દ્વારા નિયમિત રીતે તેનું નિરીક્ષણ કરવામાં આવતું નથી, જેના કારણે નિયમનકારી અંતર સર્જાય છે.

Advertisement

આ નિરીક્ષણ અને માર્ગદર્શિકાઓનું નિર્માણ 28 જાન્યુઆરીએ બારામતી વિમાન દુર્ઘટના પછી કરવામાં આવી રહ્યું છે, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય ચાર લોકોના મોત થયા હતા. DGCA ટીમોએ કેટેગરી A એરપોર્ટ્સ પર પ્રક્રિયાઓ અને સલામતી પ્રોટોકોલનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. આ એવી સુવિધાઓ છે જે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સેવાઓ પૂરી પાડતી નથી અને તેનું સંચાલન રાજ્ય સરકારો, ખાનગી ઓપરેટરો અથવા ફ્લાઇટ તાલીમ સંસ્થાઓ (FTOs) દ્વારા કરવામાં આવે છે.

Advertisement

400થી વધુ રનવે નિયમનકારી માળખાની બહાર

ભારતમાં ઓછામાં ઓછા 400 રનવેઓ હાલમાં DGCA ના નિયમનકારી માળખાની બહાર છે. આમાંની ઘણી સુવિધાઓનો ઉપયોગ ચાર્ટર એરક્રાફ્ટ, રાજકીય પક્ષો અને ઉડતી શાળાઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ બચાવ સેવાઓ, રનવે જાળવણી અને ગતિવિધિઓના સંકલન માટે પ્રમાણભૂત પ્રક્રિયાઓનો અભાવ છે.

અહીંના મુખ્ય અનિયંત્રિત પરંતુ કાર્યરત હવાઈ પટ્ટીઓમાં મહારાષ્ટ્રમાં બારામતી, કરાડ અને ચંદ્રપુર, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન અને છિંદવાડા, બિહારમાં ભાગલપુર અને બેગુસરાય, રાજસ્થાનમાં અલવર, ઉત્તરપ્રદેશમાં સુલતાનપુર અને સૈફઈ અને કર્ણાટકમાં હસનનો સમાવેશ થાય છે. આ બધા એરપોર્ટનો રાજકારણીઓ અને વ્યવસાયિક જેટ ફ્લાઇટ્સ દ્વારા ભારે ઉપયોગ થાય છે. વિશ્લેષકો કહે છે કે મૂળભૂત સુવિધાઓ જાળવવી એ ખર્ચાળ કાર્ય નથી.

આ પણ વાંચો--- Char Dham Yatra 2026: ચારધામ જતા પહેલા આ જાણવું ફરજિયાત છે. જાણો યાત્રાની તારીખ, નોંધણી અને નવા નિયમો

Tags :
Advertisement

.

×