ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હિન્દુ એકતા યાત્રા દરમિયાન બાબા બાગેશ્વર પર મોબાઈલ ફોનથી હુમલો !

બાબા બાગેશ્વર પર મોબાઈલ ફોનથી હુમલો ! ઝાંસીમાં બાબા બાગેશ્વર પર હુમલો : ગાલ પર વાગ્યો મોબાઈલ ફોન ! બાબા બાગેશ્વર પર હુમલાનો પ્રયાસ : મોબાઈલ ફોન ફેંકીને મારવાનો પ્રયાસ ! બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પર મોબાઈલ ફોન હુમલો હિન્દુ...
01:24 PM Nov 26, 2024 IST | Hardik Shah
બાબા બાગેશ્વર પર મોબાઈલ ફોનથી હુમલો ! ઝાંસીમાં બાબા બાગેશ્વર પર હુમલો : ગાલ પર વાગ્યો મોબાઈલ ફોન ! બાબા બાગેશ્વર પર હુમલાનો પ્રયાસ : મોબાઈલ ફોન ફેંકીને મારવાનો પ્રયાસ ! બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પર મોબાઈલ ફોન હુમલો હિન્દુ...
Baba Bageshwar attacked via mobile phone

Baba Bageshwar attacked via mobile phone : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ એકતા યાત્રા યુપીના ઝાંસી પહોંચી છે. આ યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિએ બાબા પર મોબાઈલ ફોન ફેંક્યો, જે બાબાના ગાલ પર વાગ્યો છે. આ અંગે બાબા બાગેશ્વરે જણાવ્યું કે અમને કોઈએ મોબાઈલ ફોન ફેંકીને મારવાનો પ્રયત્ન કર્યો છે, અમને મોબાઈલ ફોન મળી ગયો છે.

બાબા બાગેશ્વર પર મોબાઈલ ફેંકવાની ઘટના

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ એકતા યાત્રા ઉત્તરપ્રદેશના ઝાંસીમાં પહોચી હતી. આ દરમિયાન બાબા તેમના ભક્તો સાથે પગપાળા જઈ રહ્યા હતા અને માઈક્રોફોન દ્વારા ભક્તોનું સંબોધન કરી રહ્યા હતા. તે સમયે એક વ્યક્તિએ તેમના તરફ મોબાઈલ ફોન ફેંક્યો હતો, જે સીધો બાબાના ગાલ પર વાગ્યો હતો. આ ઘટનાને લઈને બાબાએ જણાવ્યું કે, "કોઈએ ફૂલો સાથેનો મોબાઈલ ફોન અમારી દિશામાં ફેંક્યો હતો, અને અમને તે મળી ગયો છે." ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ એકતા યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે, જ્યાં બાગેશ્વર ધામથી ઓરછા સુધી આ પદયાત્રાને લોકોનો ભરપૂર સમર્થન મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે અને માર્ગમાં તેમના સ્વાગત માટે ફૂલહાર કરવામાં આવી રહ્યા છે. આ યાત્રા દરમિયાન એકતા અને સનાતન ધર્મની મજબૂતીના સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે.

વિશિષ્ટ લોકોએ યાત્રામાં સહકાર આપ્યો

આ યાત્રા 21 નવેમ્બરે શરૂ થઈ હતી, જેમાં બોલિવુડ અભિનેતા સંજય દત્ત અને ધ ગ્રેટ ખલી પણ જોડાયા છે. આ સાથે બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, બીજેપી ધારાસભ્ય રાજેશ્વર શર્મા અને કોંગ્રેસના ધારાસભ્ય જયવર્ધન સિંહ સહિત અનેક રાજકીય નેતાઓએ પણ યાત્રાને સમર્થન આપ્યું છે. યાત્રા શરૂ કરતા સમયે ધીન્દ્રે શાસ્ત્રીએ કહ્યું હતું કે, "જાતિવાદની જાળમાંથી બહાર આવવું પડશે." તેમણે હિન્દુ એકતા માટે સૂત્ર આપ્યું - "જાત-પાતની કરો વિદાઇ, આપણે સૌ હિન્દુ ભાઈ-ભાઈ." યાત્રાના મુખ્ય હેતુમાં સનાતન ધર્મ મજબૂત કરવો અને લોકોમાં ભેદભાવ દૂર કરવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો:   મૌલાના શહાબુદ્દીનને Baba Bageshwar નો જડબાતોડ જવાબ, કહ્યું- 'બુંદેલખંડમાં ફસાઈ ન જતા'

Tags :
Attack on Dhirendra ShastriBaba Bageshwar attacked via mobile phoneBaba Bageshwar Jhansi NewsBaba Bageshwar Mobile AttackBaba Bageshwar Mobile Phone IncidentBaba Bageshwar Mobile Thrown IncidentBaba Bageshwar Yatra ControversyBageshwar Baba Jhansi IncidentDhirendra Shastri Attack AttemptDhirendra Shastri Hindu Ekta YatraDhirendra Shastri Security ConcernsDhirendra Shastri Targeted in YatraGujarat FirstHardik ShahHindu Ekta Yatra Attack NewsHindu Unity March IncidentMobile Hits Baba Bageshwar’s FaceMobile Thrown at Baba Bageshwar
Next Article