Tiffany Trump News : ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ટિફની ટ્રમ્પે પતિ સાથે દિલ્હીનાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી
Tiffany Trump News : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) પુત્રી ટિફની ટ્રમ્પ (Tiffany Trump) અને તેમના પતિ માઈકલ બુલોસ (Michael Boulos) ભારતની મુલાકાતે છે. તેમણે નવી દિલ્લી સ્થિત વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર (BAPS Swaminarayan Akshardham temple) પરિસરની મુલાકાત લીધી હતી. દરમિયાન, તેમણે મંદિરનાં અદ્ભુત સ્થાપત્ય અને આધ્યાત્મિક વારસાને નિહાળ્યો હતો અને માહિતી મેળવી હતી. ઉપરાંત, જલાભિષેક કરી પ્રાર્થના અર્પણ કરી અને બોટ-રાઈડનો આનંદ લીધો હતો. વિઝિટર-બુકમાં મુલાકાતને અદ્ભુત અને અલૌકિક ગણાવી હતી.
Tiffany Trump એ પતિ સાથે અદ્ભુત સ્થાપત્ય, આધ્યાત્મિક વારસા, ભારતીય કળાને નિહાળ્યા
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ (Tiffany Trump) તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે 29 મે, 2026 ના રોજ ભારતનાં તેઓના નિજી સાંસ્કૃતિક પ્રવાસ દરમિયાન વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. નિકટનાં મિત્રો સાથે લીધેલી મુલાકાત દરમિયાન, આ દંપતીએ મંદિરનાં વિશાળ સ્મારકના અદ્ભુત સ્થાપત્ય-સૌન્દર્ય, આધ્યાત્મિક વારસા તથા ભારતીય પરંપરાગત કળાને નિહાળ્યા હતા અને માહિતી મેળવી હતી. ત્યાર બાદ તેઓએ જલાભિષેક કરી પ્રાર્થના અર્પણ કરી હતી તેમ જ સાંસ્કૃતિક બોટ-રાઈડનો અનુભવ પણ લીધો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્રી ટિફનીએ દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી
પતિ માઇકલ બુલોસ સાથે અક્ષરધામ પરિસરની લીધી મુલાકાત
મંદિરના અદ્ભુત સ્થાપત્ય અને આધ્યાત્મિક વારસાને નિહાળ્યો
જલાભિષેક કરી પ્રાર્થના અર્પણ કરી અને બોટ-રાઈડનો આનંદ લીધો
વિઝિટર-બુકમાં મુલાકાતને અદ્ભુત… pic.twitter.com/gvlBHZYAQD— Gujarat First (@GujaratFirst) May 30, 2026
અહીંની સુંદરતા અલૌકિક છે : ટિફની ટ્રમ્પ
ટિફની ટ્રમ્પે (Tiffany Trump) મંદિર-મુલાકાતની અનુભૂતિને વિઝિટર-બુકમાં અભિવ્યક્ત કરતાં લખ્યું કે, "આ મુલાકાત અત્યંત અદ્ભુત રહી. અહીંની સુંદરતા અલૌકિક છે. આટલી સુંદર અને સ્મરણીય મુલાકાત બદલ આભાર!" મુલાકાત બાદ ટિફની ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પણ અક્ષરધામની આ અનુભૂતિને "અવિસ્મરણીય" ગણાવી હતી અને આ સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરનાં દર્શન પ્રત્યે ઊંડો અહોભાવ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો - Guru-Ketu Dwidwadash Yog : 2 જૂનના ગોચરથી બદલાઈ જશે આ રાશિનું ભાગ્ય, મળશે અઢળક સફળતા!


