Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Drone activity : કોલકાતાના આકાશમાં રહસ્યમય ડ્રોન! સુરક્ષા એજન્સીઓ ચિંતિત

કોલકાતામાં રાત્રિ દરમિયાન દેખાયા શંકાસ્પદ ડ્રોન આકાશમાં 8 થી 10 શંકાસ્પદ ડ્રોન ઉડતાં ખળભળાટ સંવેદનશીલ વિસ્તારોમાં જોવા મળ્યા Kolkata : તાજેતરમાં કોલકાતામાં રાત્રિ દરમિયાન આકાશમાં શંકાસ્પદ ડ્રોન (Drone activity)દેખાયા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. કોલકાતા...
drone activity   કોલકાતાના આકાશમાં રહસ્યમય ડ્રોન  સુરક્ષા એજન્સીઓ ચિંતિત
Advertisement
  • કોલકાતામાં રાત્રિ દરમિયાન દેખાયા શંકાસ્પદ ડ્રોન
  • આકાશમાં 8 થી 10 શંકાસ્પદ ડ્રોન ઉડતાં ખળભળાટ
  • સંવેદનશીલ વિસ્તારોમાં જોવા મળ્યા

Kolkata : તાજેતરમાં કોલકાતામાં રાત્રિ દરમિયાન આકાશમાં શંકાસ્પદ ડ્રોન (Drone activity)દેખાયા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. કોલકાતા પોલીસ જાસૂસીની શક્યતા સહિતની દિશામાં તપાસ કરી રહી છે. ગત સોમવારે રાત્રે કોલકાતાના આકાશમાં 8 થી 10 શંકાસ્પદ ડ્રોન ઉડતાં ખળભળાટ મચી ગયો હતો. આ શંકાસ્પદ ડ્રોન હેસ્ટિંગ્સ, વિદ્યા સાગર સેતુ, ફોર્ટ વિલિયમ અને પાર્ક સર્કસ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જોવા મળ્યા હતા.

કાસ્પદ ડ્રોન દક્ષિણ 24 પરગણા જિલ્લામાં જેવા મળ્યા

સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોલકાતા પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને ડિટેક્ટીવ ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે. પોલીસ જાસૂસી સહિત દરેક પાસાથી તપાસ કરી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "ડ્રોન જેવી વસ્તુઓ સૌપ્રથમ હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ જોઈ હતી. શંકાસ્પદ ડ્રોન દક્ષિણ 24 પરગણા જિલ્લાના મહેશતલા દિશામાંથી આવતા જોવા મળ્યા હતા. તેઓ હેસ્ટિંગ્સ વિસ્તાર, બીજા હુગલી બ્રિજ (વિદ્યાસાગર સેતુ) અને ફોર્ટ વિલિયમ (સેનાના પૂર્વીય કમાન્ડ મુખ્યાલય) ઉપર ફરતા રહ્યા હતા.

Advertisement

આ પણ  વાંચો -Manipur : સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 6 ઉગ્રવાદીની ધરપકડ

Advertisement

શંકાસ્પદ ડ્રોન અચાનક ગાયબ થઈ ગયા

હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓએ સૌપ્રથમ શંકાસ્પદ ડ્રોન જોયા હતા. જે દક્ષિણ 24 પરગણાના મહેશતલા દિશામાંથી આવતા હોવાનું જણાયું હતું. તેઓ ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના મુખ્ય મથક ફોર્ટ વિલિયમ ઉપર પણ જોવા મળ્યા હતા. આ પછી, તેઓ પાર્ક સર્કસ વિસ્તારમાં પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ અચાનક ગાયબ થઈ ગયા હતા. પોલીસ અધિકારીના મતે, "અમે દરેક ખૂણાથી તપાસ કરી રહ્યા છીએ. જાસૂસીની શક્યતાને અવગણી શકાય નહીં.

આ પણ  વાંચો -નક્સલવાદને તગડો ફટકો, છત્તીસગઢ બોર્ડર પર 26 થી વધુ નક્સલીઓ ઠાર

સંરક્ષણ મંત્રાલયનું નિવેદન

રાજ્ય વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. સંરક્ષણ મંત્રાલયે આ બાબતે એક નિવેદન બહાર પાડ્યું છે. પૂર્વીય કમાન્ડે કહ્યું, "અમને મીડિયા તરફથી કેટલીક માહિતી મળી છે કે આકાશમાં ડ્રોન પ્રવૃત્તિ જોવા મળી છે. અમે માહિતીની સત્યતા ચકાસી રહ્યા છીએ. ટૂંક સમયમાં તેનો જવાબ આપીશું. કૃપા કરી અનુમાન ન કરો અને સત્તાવાર નિવેદનની રાહ જુઓ. આ એક સંપૂર્ણ અફવા પણ હોઈ શકે છે.તેથી અનુમાન લગાવવાનું ટાળો.જો કે,રાત્રિના સમયે રહસ્યમય ડ્રોન દેખાવાથી અફવાઓનું બજાર ગરમ થઈ ગયુ છે.

Tags :
Advertisement

.

×