ચિતાની આગમાં સળગાવી 36 હજાર કરોડનું ડ્રગ્સ, આ રાજ્યની પોલીસે કરી કમાલ
- DGP દ્વારા સૌથી ઓછુ પ્રદૂષણ ફેલાય તેવો રસ્તો શોધાયો
- અંદમાન અને નિકોબાર પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી
- ગૃહવિભાગના અધિકારીઓને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી
DGP એ જણાવ્યું કે, આ સફળતામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, ગૃહ મંત્રાલય અને સ્થાનિક અધિકારીઓનું મહત્વપુર્ણ યોગદાન રહ્યું છે. રેકોર્ડ સમયમાં આટલા મોટા પ્રમાણમાં નષ્ટ કરવું શક્ય બન્યું છે.
Andaman & Nicobar Destruction Of Drugs: અંડમાન-નિકોબાર પોલીસે ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી જપ્તીમાં પકડાયેલી 36000 કરોડ રૂપિયાના ડ્રગ્સને નષ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ ઓપરેશન ડિજીપી એચએસ ધાલીવાલની નજર હેઠળ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad: શહેરમાં લુખ્ખા તત્વોએ ફરી બન્યા બેફામ, સરાજાહેર મચાવ્યો આતંક
ડીજીપી ધાલીવાલે કરી કાર્યવાહી
ડીજીપી ધાલીવાલે જણાવ્યું કે, માદક પદાર્થોને ચિત્તા સળગાવવાની આગની ભઠ્ઠીમાં નાખી નષ્ટ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા હેઠળ કરવામાં આવી રહી છે. આ રીતે પ્રદૂષણ નિયંત્રણ અને પ્રભાવી ઉકેલ માટે પસંદગી કરવામાં આવી છે. અન્ય વિકલ્પો જેવા કે પાણીમાં નાશ કરવો, ખુલામાં સળગાવવું કે માટીમાં દાટી દેવું આ તુલનાએ વધારે પ્રદૂષણ સાબિત થઇ શકે છે.
#WATCH | Port Blair, Andaman & Nicobar | On the destruction of drugs worth Rs 36000 crore seized by police in Sri Vijayapuram, DGP Hargopinder Singh Dhaliwal says, "...Andaman and Nicobar Police have started destroying India's largest drug seizure of over 6000 kg. Incineration is… pic.twitter.com/vPfEEYkROt
— ANI (@ANI) January 11, 2025
ડીજીપીએ શું કહ્યું?
એચએસ ધાલીવાલે કહ્યું કે, અંડમાન-નિકોબાર પોલીસે ભારતની સૌથી મોટી જપ્ત 6000 કિલોગ્રામથી વધારે નશીલા પદાર્થને નષ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.મોટી માત્રાને કારણે ભઠ્ઠીમાં નાખી સળગાવવામાં આવી રહ્યા છે. હમે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને ગૃહ મંત્રાલય સાથે સ્થાનિક અધિકારીઓના સહયોગથી કામગીરી રી રહ્યા છીએ. રેકોર્ડ સમયમાં આટલી મોટી માત્રામાં નષ્ટ કરી શકીએ છીએ. ઉત્પન્ન પ્રદૂષણને નિયંત્રિત કરવામાં આવી શકે છે કારણ કે જળમાં નાશ કરવો, ખુલામાં સળગાવવું કે માટીમાં દાટી દેવા જેવી પ્રથા પ્રમાણમાં વધારે પ્રદૂષણ ફેલાવે છે. જેના માટે નાગરિક અધિકારીઓ પાસેથી પરવાનગી લેવામાં આવી હતી.
આ પણ વાંચો : Bhavnagar: કળસાર સદભાવના હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત, મામલો પોલીસ મથકે
ભારતમાં સૌથી મોટા ડ્રગ ભાંગફોડ
અત્રે 2024 ના અંતિમ સપ્તાહમાં અંડમાન અને નિકોબાર પોલીસે 6108.870 કિલોગ્રામ મેથમફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત લગભગ 36 હજાર કરોડ રૂપિયા હતી. આઓપરશન ત્યારે શરૂ થયું જ્યારે ભારતીય તટરક્ષક ડોર્નિયર વિમાને બૈરન દ્વીપ નજીક એક શંકાસ્પદ માછલી પકડવાનું જહાજની માહિતી મળી હતી. જહાજની તપાસમાં બિનકાયદેસર ડ્રગ્સનો મોટો જથ્થો મળ્યો હતો. ત્યાર બાદ માછલી પકડનારા જહાજને શ્રી વિજયપુરમ લાવવામાં આવ્યું જ્યાં આગળની તપાસ ચાલી રહી હતી.
શંકાસ્પદ લોકોની ધરપકડ
આ ઓપરેશન મ્યાંમારના છ નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં ક્યાન લિન ખિંગ, જાય યાર સો, મો જાર ઉ, હેટ મ્યાત આંગ, જિન મિનસો, ખિન એમજીની તમા ન્યાયીક કસ્ટડીમાં છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે 3 જાન્યુઆરી, 2025 ના રોજ શ્રી વિજયપુરમના ખાસ કોર્ટ દ્વારા જપ્ત કરવામાં આપેલા પ્રતિબંધિત પદાર્થનાં પ્રી ટ્રાયલ સેટલમેન્ટની પરવાગની આપી હતી. જપ્ત પદાર્થ 222 પ્લાસ્ટિક બેગમાં રાખવામાં આવી હતી, જેને સીઆઇડી એકમના સેન્ટ્રલ સ્ટોરેજ રૂમમાં સ્ટોર કરવામાં આવી.
આ પણ વાંચો : Gujarat: અરવલ્લી જિલ્લામાં ખાખી ફરી એકવાર શર્મસાર થઇ